T-20 લીગ: સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ, ડીકોકની શાનદાર અડધી સદી

ટી-20 લીગની 17મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજાહમાં રમાઇ રહી છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરવુ પસંદ કર્યુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ છ ઓવર દરમ્યાન એટલે કે, પાવર પ્લે દરમ્યાન મુંબઈએ શારજાહના મેદાનનો સૌથી ઓછો સ્કોર કર્યો હતો. મુંબઈએ છ ઓવરમં 48 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માં […]

T-20 લીગ: સનરાઈઝર્સ હૈદરાબાદને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ, ડીકોકની શાનદાર અડધી સદી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 04, 2020 | 5:36 PM

ટી-20 લીગની 17મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજાહમાં રમાઇ રહી છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરવુ પસંદ કર્યુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ છ ઓવર દરમ્યાન એટલે કે, પાવર પ્લે દરમ્યાન મુંબઈએ શારજાહના મેદાનનો સૌથી ઓછો સ્કોર કર્યો હતો. મુંબઈએ છ ઓવરમં 48 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માં અને સુર્યકુમાર યાદવ ઝડપથી આઉટ થયા હતા. મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટ ગુમાવીને 208 રન કર્યા હતા. જે શારજાહમાં સતત ચોથી મેચમાં 200 પ્લસ સ્કોર નોંધાયો છે.

T-20 League SRH ne jitva mate 209 run no targer D kock ni shandar aaddhi sadi

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

પાવરપ્લેમાં જ સૌથી ઓછા રન

મુંબઈની ટીમ બેટીંગ કરવાનું પહેલા પંસદ કરતા સારી રમત સાથે શરુઆત કરવાનો અંદાજ નિષ્ણાંતો માનવા લાગ્યા હતા. પરંતુ પાવરપ્લેમાં જ દમ દેખાડવામાં મુંબઈ નિષ્ફળ રહ્યુ હતુ. શારજાહમાં હાલની સિઝનમાં સાત ઈનિંગ રમાઇ છે, જેમાં સૌથી ઓછો સ્કોર પાવર પ્લે દરમ્યાન મુંબઈના નામે નોંધાયો છે. એવી પહેલી ટીમ છે  50 રન પણ પાવર પ્લેમાં કરી શકી નથી. આ દરમ્યાન બે વિકેટ પણ મહત્વની મુંબઈએ ગુમાવી હતી.

રોહિત શર્માઃ ટી-20 લીગમાં સૌથી વધુ મેચ રમનારો બીજો ખેલાડી

રોહિત શર્માએ આજની મેચ રમવા સાથે જ એક સિધ્ધી હાંસલ કરી છે, તે હવે આઈપીએલમાં સૌથી વધુ મેચ રમવાના મામલામાં ત્રીજા સ્થાનથી આગળ વધીને હવે બીજા સ્થાન પર પહોંચી ચુક્યો છે.રોહિતની આ 193મી મેચ હતી. સુરેશ રૈના પણ 193 મેચ રમી ચુક્યો છે. જોકે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ હમણાં જ ધોનીએ કર્યો છે. રૈનાની ગેરહાજરી હવે તેના આ રેકોર્ડની યાદીમાં તેનો ટોચનો ક્રમ હવે ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T-20 League SRH ne jitva mate 209 run no targer D kock ni shandar aaddhi sadi

મુંબઈ ઈન્ડિયન્સની બેટીંગ

ડીકોકે આજે એક સારી રમત દાખવી હતી. તેણે આજે અડદીસદી કરીને ટીમને મજબુત સ્કોર પર પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી. માત્ર 39 બોલમાં જ ડી કોકે 67 રન કર્યા હતા. તે ઝડપી રમત રમી રહ્યો હતો, પરંતુ રાશિદ ખાને તેનો શિકાર પોતાના જ બોલ પર કેચ કરીને કર્યો હતો. યાદવે 27 રન કર્યા હતા. જ્યારે ઇશાન કિશને 31 રન કર્યા હતા. રોહિત શર્મા પાસે મેચની શરુઆત સારી કરવાની ખુબ અપેક્ષા હતી અને જેમાં તે આજે નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્માએ માત્ર 06 રન કર્યા હતા અને તે પણ એક છગ્ગો ફટકારીને આમ તે પાંચ બોલ રમીને સંદિપ શર્માના બોલ પર કેચ આઉટ થયો હતો. એક સમયે મુંબઈએ 48 રનમાં જ બે વિકેટ ગુમાવી હતી. આમ છતાં ડીકોક, સહિત મધ્યમ ક્રમના બેટ્સમેનોએ નાની પણ ઝડપી રમત દાખવતા રહેતા સ્કોર બોર્ડ 200 રન વટાવી શક્યુ હતુ.

સનરાઈઝર્સની બોલીંગ

સંદિપ શર્માએ મુંબઈની બે વિકેટ ઝડપી લીધી હતી. જોકે તેણે ચાર ઓવરમાં 41 રન આપ્યા હતા. રાશિદ ખાને ચાર ઓવરમાં 22 રન આપીને મહત્વની એક વિકેટ ઝડપી હતી. સિધ્ધાર્થ કોલે બે વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 64 રન આપ્યા હતા અને તે મોંઘો બોલર રનની બાબતમાં પુરવાર થયો હતો. નટરાજને ચાર ઓવરમાં 29 રન આપ્યા હતા. આમ એકંદરે વિકેટ ઝડપવામાં ઓછા સફળ રહ્યા હતા. સામે નટરાજન અને રાશિદ ખાનને બાદ કરતા બોલરો ખર્ચાળ પુરવાર થયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">