T-20 લીગઃ રવિ શાસ્ત્રીએ RCBના આ સ્પિનર બોલરના કર્યા વખાણ, સિઝનનું બેસ્ટ પરફોર્મન્સ ગણાવ્યુ

ભારતીય ટી-20 લીગના સોમવારના મુકાબલાને લઈને ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે અને તે સિઝન દરમ્યાન ચાલુ જ રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે યોજાયેલી મેચમાં જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. જ્યાં સુપર ઓવરમાં વિરાટ અને તેની ટીમે રોહિત શર્માની ટીમને હાર આપી હતી. આ મેચમાં હીરો તો કેટલાંક ખેલાડીઓ રહ્યા જ છે, […]

T-20 લીગઃ રવિ શાસ્ત્રીએ RCBના આ સ્પિનર બોલરના કર્યા વખાણ, સિઝનનું બેસ્ટ પરફોર્મન્સ ગણાવ્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 29, 2020 | 8:28 PM

ભારતીય ટી-20 લીગના સોમવારના મુકાબલાને લઈને ખાસ્સી એવી ચર્ચાઓ ચાલી રહી છે અને તે સિઝન દરમ્યાન ચાલુ જ રહેશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે યોજાયેલી મેચમાં જબરદસ્ત ટક્કર જોવા મળી હતી. જ્યાં સુપર ઓવરમાં વિરાટ અને તેની ટીમે રોહિત શર્માની ટીમને હાર આપી હતી. આ મેચમાં હીરો તો કેટલાંક ખેલાડીઓ રહ્યા જ છે, પરંતુ ટીમ ઈન્ડીયાના કોચ રવિ શાસ્ત્રી મુજબ જેણે પ્રદર્શનના મામલામાં બધાને પાછળ છોડી દીધા છે. રવિ શાસ્ત્રીએ બેંગ્લોરના સ્પીનર વોશિંગ્ટન સુંદરનું નામ લીધુ છે કે જેણે ચાર ઓવર દરમ્યાન માત્ર 12 જ રન આપ્યા હતા. રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે, બેટ્સમેનોના આ સમયમાં, ચેન્નાઈથી વોંશિંગ્ટને ટી-20 લીગમાં અત્યાર સુધીનું સૌથી ખાસ પ્રદર્શન કર્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બતાવી દઈએ કે સુંદરને વિરાટ કોહલીએ બીજી ઓવરથી જ બોલ હાથમાં થમાવી દીધો હતો. જે સમયે ક્રિઝ પર રોહિત શર્મા અને ડિ કોકની જોડી બેટીંગ કરી રહી હતી. એવામાં સુંદરે પોતાની પહેલી જ ઓવરમાં ટીમને સૌથી મહત્વની વિકેટ શિકાર કરાવી હતી, જે શિકારમાં રોહિત શર્માનું નામ હતુ. રોહિત શર્મા મોટા શોટ્સ રમી લેવાના ચક્કરમાં જ સુંદરનો શિકાર થઈ ચૂક્યો હતો. પવન નેગીએ તેનો કેચ મિડ વિકેટ પર ઝડપ્યો હતો. સુંદર વોંશિગ્ટને ચાર ઓવરમાં એક વિકેટ ઝડપીને માત્ર 12 જ રન આપ્યા હતા. જે કોઈ પણ સ્પિનર માટે આ સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન હતુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T-20 league Ravi shastri e RCB na aa spiner bolwer na karya vakhan season nu best performence ganavyu

સોમવારની મેચમાં બંને ટીમોએ 400થી વધુ રન બનાવ્યા હતા, જેમાં માત્ર સુંદર એકની જ એવી ઓવર હતી કે જેણે પ્રથમ એક માત્ર ઓવર સિવાય એક પણ ચોગ્ગો આપ્યો નહોતો. 202 રનના લક્ષ્યને પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 12મી ઓવરમાં જ ચાર વિકેટના નુકસાન પર 78 રન બનાવી શકી હતી. ત્યારબાદ લક્ષ્ય ખુબ જ મુશ્કેલ લાગી રહ્યુ હતુ. ત્યારે જ ઈશાન કિશને 99 રનની પારી રમી હતી અને પોલાર્ડે 60 રન ફટકારતા ટીમ સ્કોરની બરાબરી પહોંચી શકી હતી.  જો કે સુપર ઓવરમાં સાત રન બનાવનાર મુંબઈને બેંગ્લોરે હરાવી દીધુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">