ટી-20 લીગ માટે હંમેશા UAE રહેશે બીજી પસંદ, બીસીસીઆઇના અધિકારીએ કરી ઘોષણાં

  • Updated On - 11:09 pm, Wed, 11 November 20 Edited By: Utpal Patel
ટી-20 લીગ માટે હંમેશા UAE રહેશે બીજી પસંદ, બીસીસીઆઇના અધિકારીએ કરી ઘોષણાં

ટી-20 લીગ 2020 નુ સમાપન યુએઇમાં મંગળવારે રાત્રે થઇ ગયુ. પ્રથમ વાર સંપુર્ણ ટુર્નામેન્ટનુ આયોજન યુએઇમાં કરવામાં આવ્યુ હતુ. આવામાં હવે સામે આવ્યુ છે કે, દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ માટે યુએઇ બીજા ઘરના સ્વરુપમાં રહેશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના મહામારીના પ્રકોપને લઇને ટી-20ને ભારતથી બહાર લઇ જવાનો નિર્ણય કર્યો. કારણ કે એ સમયે દેશમાં કોરોનાની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. ટી-20 લીગની 2020ની સિઝન આમ તો ભારતમાં જ યોજાનારી હતી.

બીસીસીઆઇએ યુએઇને આ ટુર્નામેન્ટના આયોજન માટે પસંદગી કરી. જ્યાં વર્ષ 2014માં ટી-20 લીગની લગભગ 40 ટકા મેચ રમાઇ હતી. સંયુક્ત આરબ અમિરાતમાં આયોજીત થયેલી ટી-20 લીગમાં કોરોના પ્રોટોકોલનો પણ કડકાઇથી પાલન કરવામાં આવ્યો હતો.

સ્ટેડિયમથી અંદર કોઇને પણ પ્રવેશ માટે અનુમતી આપવામાં આવી નહોતી. જે ત્રણ સ્થળો દુબઇ, શારજાહ અને અબુધાબીમાં આવેલા સ્ટેડીયમમાં મેચ રમાઇ હતી. 53 દિવસો સુધી રમાયેલી 60 મેચો માટે રમનારા ખેલાડીઓ માટે સુરક્ષીત બાયોબબલ બનાવાયો હતો.

બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ટી-20 લીગની આગળની સિઝન માટેનુ આયોજન થનારુ છે. જેને માટે હજુ જોકે છએક માસનો સમય ગાળો છે. જો બધુ જ યોગ્ય રહે છે તો, ભારતમાં ટી-20 લીગ 2021ને રમાડવામાં આવશે. પરંતુ ભારત માટે બીજી પંસદ યુએઇ જ રહેશે.

 

આવુ જ કંઇક ટી-20 લીગના પુર્વ ચેરમેન રાજીવ શુકલાએ પણ કહ્યુ છે. શુકલાએ યુએઇમાં સ્થાનિય સમાચારપત્રની સાથે કરેલી વાતાનુસાર, જો ભારતમાં કોઇ પણ કારણોસર બીસીસીઆઇ ટી-20 લીગનુ આયોજન કરી શકતુ નથી તો બીજી સૌથી સારી પ્રાથમિકતા હંમેશા યુએઇ જ રહેશે.

 

આગળ પણ કહ્યુ હતુ કે, જો ભારતમાં સારો માહોલ મળી રહેશે તો, તેનુ આયોજન ભારતમાં જ થઇ શકશે. જો અમે કોઇ કારણોસર સક્ષમ નથી રહી શકતા તો, અન્ય વિકલ્પો પર વિચાર કરી શકાય છે. આવામાં સ્વભાવિક છે કે સંયુક્ત આરબ અમિરાત બીજી સૌથી મહત્વપુર્ણ પ્રાથમિકતા રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો