T-20: સુર્ય કુમાર યાદવે રચી દીધો ઇતિહાસ, આવો કમાલ કરનારો પ્રથમ અનકૈપ્ડ બેટ્સમેન બન્યો

મુંબઇ ઇન્ડિયન્સના મધ્યમક્રમ ના બેટ્સમેન સુર્યકુમાર યાદવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે, પોતાની ટીમ માટે ટી-20 લીગની આખરી મેચમાં 36 રનની રમત રમી હતી. આ મેચમાં તેણે 29 બોલમાં 5 ચોગ્ગા સાથે 36 રન કર્યા હતા. મેચ દરમ્યાન તેણે પોતાની ટીમ વતી થી બીજી મોટી ઇનીંગ રમી હતી. આ સાથે જ તેણે આ સિઝનમાં તેણે 14 લીગ […]

T-20: સુર્ય કુમાર યાદવે રચી દીધો ઇતિહાસ, આવો કમાલ કરનારો પ્રથમ અનકૈપ્ડ બેટ્સમેન બન્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 04, 2020 | 7:37 AM

મુંબઇ ઇન્ડિયન્સના મધ્યમક્રમ ના બેટ્સમેન સુર્યકુમાર યાદવે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે, પોતાની ટીમ માટે ટી-20 લીગની આખરી મેચમાં 36 રનની રમત રમી હતી. આ મેચમાં તેણે 29 બોલમાં 5 ચોગ્ગા સાથે 36 રન કર્યા હતા. મેચ દરમ્યાન તેણે પોતાની ટીમ વતી થી બીજી મોટી ઇનીંગ રમી હતી. આ સાથે જ તેણે આ સિઝનમાં તેણે 14 લીગ મેચોમાં 410 રન સંખ્યા કરી લીધી હતી.

આ સિઝનમાં તે મુંબઇ તરફ થી ટી-20 લીગમાં 400 રન પુરા કરવા વાળો અનકૈપ્ડ બેટ્સમેન બન્યો છે. તેની સાથે જ ઇશાન કિશન પણ મુંબઇ તરફ થી રમતા 400 થી વધુ રન કર્યા છે. આમ પ્રથમવાર થયુ છે કે ટી-20 લીગમાં બે અનકૈપ્ડ બેટ્સમેનો એક જ ટીમમાં રમતા હોય અને બંનેએ 400 પ્લસ રન કર્યા હોય. આ સાથે જ સુર્યકુમાર યાદવે તો ટી-20 લીગમાં ઇતીહાસ પણ બનાવી દીધો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હવે તો તે આ લીગના પ્રથમ એવા ખેલાડી બની ચુક્યા છે કે, જેણે લગાતાર ત્રણ સિઝનમાં 400 થી વધુ રન બનાવ્યા છે. ગઇ બે સિઝનમાં પણ એટલે કે, વર્ષ 2018માં તેણે 14 મેચ રમીને 512 રન બનાવ્યા હતા. જ્યારે 2019 ના વર્ષમાં 16 મેચ રમીને 424 રન બનાવ્યા હતા. તો વળી આ સિઝનમાં એટલે કે 2020માં અત્યાર સુધીમાં રમેલી 14 મેચોમાં 410 રન બનાવ્યા છે.

સુર્યકુમાર યાદવે આ સિઝનમાં ટી-20 લીગની પોતાની શ્રેષ્ઠ રમત પણ રમી હતી, તેણે 79 રનની અણનમ રમત દાખવી હતી. તેણે આ ઇનીંગ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી હતી. સુર્યકુમાર યાદવે આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ અર્ધ શતક લગાવ્યા છે, તેમજ તેની રમત સારી રહી છે. સુર્યકુમાર યાદવ આ દિવસોમાં ચર્ચામાં પણ એટલા માટે છે કે, ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં તેમનો સમાવેશ થયો નથી. તેનો ટીમમાં પસંદગી નહી થવાને લઇને અનેક ક્રિકેટ એકસપર્ટોએ આ નિર્ણયને ખોટો કરાર કર્યો હતો. તેણે લીગ મેચમાં અત્યાર સુધીમાં 99 મેચોમાં 1958 રન બનાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">