T-20 લીગ: રાજસ્થાન રોયલ્સે છ વિકેટ ગુમાવી આરસીબી સામે 155 રનનુ લક્ષ્ય રાખ્યુ, મહિપાલના 47 રન

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શનિવારે ટી-20  દિવસીય મેચ રમાઇ રહી છે. યુએઇના અબુધાબી ના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઇ રહેલી સિઝનની 15 મી મેચ બપોરે 03.30 કલાકે શરુ થઇ હતી. પ્રથમ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને મેદાનમાં બેટીંગ કરવા ઉતરતા તેના બેટ્સમેનો પણ આજે મોટો સ્કોર ખડકવામાં સફળ થયા નહોતા. રાજસ્થાને મેચ પહેલા […]

T-20 લીગ: રાજસ્થાન રોયલ્સે છ વિકેટ ગુમાવી આરસીબી સામે 155 રનનુ લક્ષ્ય રાખ્યુ, મહિપાલના 47 રન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 03, 2020 | 5:54 PM

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શનિવારે ટી-20  દિવસીય મેચ રમાઇ રહી છે. યુએઇના અબુધાબી ના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઇ રહેલી સિઝનની 15 મી મેચ બપોરે 03.30 કલાકે શરુ થઇ હતી. પ્રથમ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને મેદાનમાં બેટીંગ કરવા ઉતરતા તેના બેટ્સમેનો પણ આજે મોટો સ્કોર ખડકવામાં સફળ થયા નહોતા. રાજસ્થાને મેચ પહેલા એક પ્લેયર ને બદલાવાનો ફેરફાર કર્યો હતો જે મહિપાલ લોમરોર ને સ્થાન આપ્યુ હતુ તેણે સૌથી વધુ 47 રન 39 બોલમાં કર્યા હતા. તેણે ત્રણ છગ્ગા પણ લગાવ્યા હતા. વિસ ઓવરના અંતમાં છ વિકેટ ગુમાવીને રાજસ્થાન રોયલ્સે 154 રનનો સ્કોર ખડક્યો હતો.

રાજસ્થાન રોયલ્સની બેટીંગ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આમ તો રાજસ્થાનને એક મજબુત ટીમ તરીકે આ સિઝનમાં જોવામાં આવી રહી છે. શરુઆત થી જ તેણે દમદાર રમત દાખવી છે. પરંતુ આરસીબી સામેની મેચમાં તેના બેટ્સમેનો દમદાર રમત દાખવવા થી નાકામ રહ્યા હતા. મહિપાલ લોમરોર જે પ્લેયરને આજે અંતિમ ઇલેવનમાં અંકિત રાજપુતના સ્થાને સમાવાયો હતો. તેણે સૌથી વધુ 47 રન કરીને રાજસ્થાનના સ્કોર બોર્ડને  ઉપર લઇ જવામાં મહત્વની રમત દાખવી હતી. પ્રથમ વિકેટ કેપ્ટન સ્ટિવ સ્મિથ ની 27 રનના સ્કોર પર પડી હતી. બાદમાં  31 ના સ્કોર પર બટલર અને સંજુ સૈમસન બંને આઉટ થતા રાજસ્થાનની મુશ્કેલ ઘડીઓની શરુઆત થઇ હતી. જોકે મહિપાલે રમત સંભાળી ક્રિઝ પર ટકી રહેવા પ્રયાસ કર્યો હકો અને 47 રન કર્યા હતા. અંતમાં રાહુલ તેવટીયા અને જોફ્રા આર્ચરે પણ સ્કોર બોર્ડને વધારવા રુપ બેટીંગ દાખવવા પ્રયાસ કર્યો હતો. બંને એ ચાર છગ્ગા લગાવ્યા હતા અને સ્કોર 154 રન પર છ વિકેટે પહોંચાડ્યો હતો. તેવટીયાએ 12 બોલમાં 24 રન ફટકાર્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ.

યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન સતત દબાણમાં રાખતી બોલીંગ કરી હતી. તેણે શરુઆત થી જ રન ને મામલે રાજસ્થાનને દબાણ વધાર્યુ હતુ, સાથે જ ત્રણ મહત્વની વિકેટ પણ ઝડપી દર્શાવી હતી. વોશિંગ્ટન સુંદરને આજે વિકેટ ઝડપવાની સફળતા નહોતી મળી પરંતુ તેણે રન ની બાબતમાં માત્ર 20 જ રન ચાર ઓરમાં આપ્યા હતા. ઇસુરુ ઉડાનાએ બે વિકેટ ઝડપી દર્શાવી હતી. જોકે ટીમ તરફ થી સૌથી વધુ રન તેણે આપ્યા હતા. જ્યારે નવદિપ સૈનીએ ચાર ઓવરમાં  37 રન આપી બે વિકેટ ઝડપી હતી. સૈનીએ એક ઓવર મેડન નાંખી દર્શાવી હતી.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">