T-20: હૈદરાબાદને સુધાર કરવાની મૂંઝવણ, કલકત્તાને બેટીંગની ચિંતા, જાણો મેચ પહેલાના હાલ

કોલકત્તા નાઇટ રાઇડર્સની કેપ્ટનશીપ સંભાળવા પછી પહેલી જ મેચમાં હાર મેળવ્યા બાદ, હવે ઇયોન મોર્ગને સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવાનો છે. આજે રમાનારી મેચમાં ટી-20 લીગમાં કલકત્તા બેટ્સમેનો પાસે સારા પ્રદર્શનની સાથે મેદાનમાં ઉતરવાની આશા રાખશે. કલકત્તાએ અત્યાર સુધીમાં ચાર મેચોમાં જીત નોંધાવી છે, જોકે સામે તેને એટલી જ મેચમાં હાર પણ મળી છે. તે પોઇન્ટ […]

T-20: હૈદરાબાદને સુધાર કરવાની મૂંઝવણ, કલકત્તાને બેટીંગની ચિંતા, જાણો મેચ પહેલાના હાલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 18, 2020 | 10:25 AM

કોલકત્તા નાઇટ રાઇડર્સની કેપ્ટનશીપ સંભાળવા પછી પહેલી જ મેચમાં હાર મેળવ્યા બાદ, હવે ઇયોન મોર્ગને સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવાનો છે. આજે રમાનારી મેચમાં ટી-20 લીગમાં કલકત્તા બેટ્સમેનો પાસે સારા પ્રદર્શનની સાથે મેદાનમાં ઉતરવાની આશા રાખશે.

કલકત્તાએ અત્યાર સુધીમાં ચાર મેચોમાં જીત નોંધાવી છે, જોકે સામે તેને એટલી જ મેચમાં હાર પણ મળી છે. તે પોઇન્ટ ટેબલમાં પણ મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બાદ ચોથા ક્રમાંક પર છે. જો હવ તેણે પ્લેઓફમાં જગ્યા બનાવવી હશે તો તેના બેટ્સમેનોએ સારી રમત દાખવવી પડશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આરસીબી ની સામે 194 રનના લક્ષ્ય સામે કલકત્તાના બેટ્સમેન 20 ઓવરમાં 112 જ રન બનાવી શક્યા હતા. મુંબઇ સામે તો આઠ ઓવરમાં તેનો સ્કોર ચાર વિકેટ પર 42 રન થઇ ગયો હતો. તેની અડધી ટીમ 11 મી ઓવરમાં 61 રનના સ્કોર પર જ પેવેલીયન પહોંચી ગઇ હતી. ત્યાર બાદ મોર્ગન અને ઝડપી બોલર પૈટ કમિન્સ ના વચ્ચે 87 રનની ભાગીદારી થતા ટીમ પાંચ વિકેટે 148 રનના સન્માન જનક સ્કોર પર પહોંચી શકી હતી.

ટોચના ક્રમમાં શુભમન ગીલ સારી શરુઆતને મોટા સ્કોરમાં બદલી શકતો નથી, જ્યારે રાહુલ ત્રિપાઠી  ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 81 રનની શાનદાર રમત રમ્યા પછી હવે 20 રનની રમત પણ રમી શકતો નથી. નિતિશ રાણાં પણ ચાલી નથી રહ્યો, જયારે કાર્તિકના બેટીંગક્રમને લઇને લગાતાર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આંદ્રે રસાલ અને ઇયોન મોર્ગન પણ પોતાની ક્ષમતા પ્રમાણે ન્યાય આપતી રમત નથી રમી રહ્યા.

કલકત્તાના બોલર્સ દ્રારા કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે ઓછા અંતર વાળી જીત મેળવા દરમ્યાન સારી રમત દાખવી હતી. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડીયન્સ સામે તેણે આસાની થી રન લુટાવ્યા હતા. સ્પિનર સુનિલ નરેન ની બોલીંગ એકશનને લઇને રીપોર્ટ કર્યા બાદ તેની બોલીંગ પણ કમજોર પડી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ દ્રારા આઠ મેચમાં માત્ર ત્રણ મેચ જ જીતી છે. આમ તે લીગમાં હાલમાં પાંચમાં ક્રમે પોઇન્ટ ટેબલ પર સ્થાન ધરાવે છે. ઝડપી બોલરની આગેવાની કરનાર ભુવનેશ્વર કુમાર અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઇજા થવાને લઇને બહાર છે. તેના કારણે સનરાઇઝર્સને એમ છેકે તે હવે બેટીંગ મજબુત કરે કે બોલીંગ. તેવી મુંઝવણ અનુભવી રહી હશે. ટીમ તેની બેટીંગ મોટે ભાગે ટોચના ક્રમના ચાર ખેલાડીઓ પર નિર્ભર રહેશે. જેમાં જોની બેયરીસ્ટો, કેપ્ટન ડેવિડ વોર્નર, મનિષ પાંડે અને કેન વિલીયમસન પર આધાર છે.

સનરાઇઝર્સ માટે ચિંતાની વાત એ છે કે, રાશિદ ખાન કેવો પ્રભાવ પાડી શકશે. તે શરુઆતમાં સારુ પ્રદર્શન કરી રહ્યો હતો પરંતુ હવે તે પણ છેલ્લી બે મેચો થી બેએસર જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાન નો આ લેગ સ્પિનર બોલરે ટુર્નામેન્ટમાં શરુઆતમં ખુબ પ્રભાવક હતો. રાહુલ તેવટીયા, અંબાતી રાયડુ અને સેન વોટ્સને તેની ઓવરમાં છગ્ગા લગાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ નબળી છે, ત્યારે વોર્નર ને તેના આ સ્ટાર લેગ સ્પિનર થી સારા પ્રદર્શન ની આશા જરુર હશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ: ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, બી સંદિપ, સંજય યાદવ, પેબીયન એલન,ખલીલ અહમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિધ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન અને બાસીલ થમ્પી

કલકત્તા નાઇટ રાઇડર્સઃ દિનેશ કાર્તિક કેપ્ટન, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, ઇયોન મોર્ગન, નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, લોકી ફરગ્યુસ, પ્રસિધ્ધ કૃષ્ણાં, રિંકુ સિંહ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, ટોમ બેટન, રાહુલ ત્રિપાઠી,ક્રિસ ગ્રીન, એમ સિધ્ધાર્થ, અલી ખાન અને શિવમ માવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">