T-20 લીગઃ CSK vs KXIP, ચેન્નાઇને જરુર છે સતત હારને અટકાવતી જીતની, તો કે એલ રાહુલની ટીમ પંજાબ પણ આપશે જબરદસ્ત ટક્કર

T-20 લીગની 18 મી મેચ દુબાઇમાં રમાનારી છે. રવિવારે રમાનારી આ મેચ સાંજે 07.30 કલાકે શરુ થશે. નિરાશાજનક રીતે ગત મેચમં શરુઆતથી જ ચિંતીંત ચેન્નાઇ સુપર કિંગ્સ રવિવારે સમસ્યાઓનો હલ નિકાળવા રુપ મેચ રમવા પ્રયાસ કરશે. ગત સિઝનમાં ટોચ પર રહીને રમવા માટે ટેવાયેલી ચેન્નાઇની ટીમ આ સિઝનમાં પોઇન્ટની બાબતમાં તળીયા પર છે. ચેન્નાઇ ચારમાંથી […]

T-20 લીગઃ CSK vs KXIP, ચેન્નાઇને જરુર છે સતત હારને અટકાવતી જીતની, તો કે એલ રાહુલની ટીમ પંજાબ પણ આપશે જબરદસ્ત ટક્કર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 04, 2020 | 12:33 PM

T-20 લીગની 18 મી મેચ દુબાઇમાં રમાનારી છે. રવિવારે રમાનારી આ મેચ સાંજે 07.30 કલાકે શરુ થશે. નિરાશાજનક રીતે ગત મેચમં શરુઆતથી જ ચિંતીંત ચેન્નાઇ સુપર કિંગ્સ રવિવારે સમસ્યાઓનો હલ નિકાળવા રુપ મેચ રમવા પ્રયાસ કરશે. ગત સિઝનમાં ટોચ પર રહીને રમવા માટે ટેવાયેલી ચેન્નાઇની ટીમ આ સિઝનમાં પોઇન્ટની બાબતમાં તળીયા પર છે. ચેન્નાઇ ચારમાંથી ત્રણ મેચ હારી ચુક્યુ છે. આમ ટીમ ધોનીની સ્થિતી ચાલુ સિઝનમાં સાવ ખરાબ ચાલી રહી છે.

સારા ખેલાડીઓના હોવા છતાં પણ ટીમ માટે કંઇ જ હકારત્માક થઇ રહ્યુ નથી. ગત શુક્રવારે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં અંતિમ ઇલેવનમાં ત્રણ બદલાવ કર્યા હતા. જેમાં અંબાતી રાયડુની વાપસી અને ડ્વીન બ્રાવો ની હાજરી હતી છતાં પણ ટીમ જીતથી દુર જ રહી ગઇ હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ફાફ ડુપ્લેસી ને છોડી ટોચના ક્રમનુ નહી ચાલવુ અને મધ્ય ઓવરોમાં ધીમી રન રેટ મોટી સમસ્યા છે. મેચના અંતમાં રન વધારે બાકી રાખવાની આદતને કારણે જ ટીમે ત્રણ હાર સહન કરવી પડી હતી. ટીમની પાસે વાપસી કરવા માટેની ક્ષમતા છે અને આવડત પણ છે, પરંતુ આ માટે બોલીંગ, ફીલ્ડીંગ અને બેટીંગ એમ ત્રણેય સ્તરે એક સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે. તો જ પરીણામ પણ મળશે અને અન્ય ખામી પણ ઢંકાઇ જશે. પરંતુ જો આમ નથી કરવામાં આવતુ તો પછી નાની નાની ભુલો પણ સાફ દેખાવા લાગશે.

ત્રીજી હાર પછી આ જ પ્રકારની સ્થિતી અને ચિંતા ધોની ના ચહેરા પર જરુર જોવા મળતી હતી. તેણે કહયુ કે ઘણાં લાંબા સંમય પછી અમે લગાતાર ત્રણ મેચમાં હાર જોઇ છે. અમારે ઘણી બાબતોને યોગ્ય કરવી જરુરી છે. અમારે કેચ ઝડપવા પડશે, નો બોલ નાંખવા બંધ કરવા પડશે. જો આ બધી બાબતોને અમે નિયંત્રિત કરીશુ તો શક્ય છે અમે રિલેક્સ રહીશુ.

તો વળી બીજી તરફ પંજાબ ના કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ટીમ બે વાર 200 ના આંકડાને પાર કરતો સ્કોર કરી ચુકી છે. જોકે મર્યાદીત બોલરોને કારણે મોટા સ્કોરને લઇને પણ હાર સહવી પડી છે. મહમંદ શામીના સિવાય હરીફ ટીમના બેટ્સમેનોને રોકવામાં કોઇ બોલર સફળ રહ્યો નથી. ચેન્નાઇ એ આ જ વાતનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવો જોઇએ. તેમજ પંજાબના ટોચને પણ જલદી થી સમેટવા જરુરી છે.

ચેન્નાઇ સુપર કિંગ્સઃ મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, જોશ હેઝલવુડ, સૈમ કરન, અને  એન જગદીશન

કિંગ્સ ઇલેવન પંજાબઃ લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, શેલ્ડન કોટરેલ અને રવિ બિશ્નોઇ.

આ પણ વાંચોઃMI vs SRH: નાનુ મેદાન અને ધુંધાધાર બેટ્સમેન, મુંબઇને કેવી રીતે નિપટશે ઘાચલ હૈદરાબાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">