T-20 મેચમાં સિકસરોનો વરસાદ 62 બોલમાં 162 રન કરી આ ખેલાડીએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

T-20 મેચમાં સિકસરોનો વરસાદ 62 બોલમાં 162 રન કરી આ ખેલાડીએ બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

અફગાનિસ્તાનના ક્રિકેટર હઝરતલ્લા ઝઝાઇએ આયરલેન્ડની સાથે રમાયેલ બીજી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 62 બોલમાં 162 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

દેહરાદૂનમાં રમાયેલ મેચમાં હઝરતલ્લા ઝઝાઇએ આક્રમક ઈનિંગ રમતા 16 સિકસરો મારીને ઈતિહાસ રચ્યો છે. અફગાનિસ્તાને 3 વિકેટ ગુમાવીને 278 રન બનાવ્યા હતા. જે ટી-20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીનો સૌથી વધારે સ્કોર છે. આના પહેલા વધારે રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. તેને શ્રીલંકાની સામે 3 વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા.

હઝરતલ્લા ઝઝાઇએ તેની ઈનિંગમાં 16 સિકસરો મારીને ટી-20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધારે સિકસરો મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેના પહેલા આ રેકોર્ડ એરોન ફિન્ચના નામે હતો. ફિન્ચે 156 રનોની ઈનિંગ રમીને 14 સિકસરો લગાવી હતી. ટી-20 ઈન્ટરનેશનલમાં હઝરતલ્લા ઝઝાઇ એક ઈનિંગમાં બીજો સૌથી વધારે રન કરનાર ખેલાડી બની ગયો છે.

[yop_poll id=1761]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati