T-20માં ટીમ ધોનીના ચાહકો હજુ પણ દિવાના, તામિલનાડુના પરીવારે દર્શાવ્યો અનોખો પ્રેમ

ટી-20 લીગમાં ભલે 13 મી સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન સારુ રહ્યુ ના હોય. પરંતુ તેના ચાહકોમાં તેની કોઇ કમી નથી વર્તાઇ. ધોનીના ચાહકો તેના પ્રત્યે એટલી જ ચાહત ધરાવે છે કે જેટલી તે પહેલાથી જ તેને ચાહતા આવ્યા છે. તેના ચાહકો તેની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના પણ એટલા જ દીવાના છે અને તેના તાજા […]

T-20માં ટીમ ધોનીના ચાહકો હજુ પણ દિવાના, તામિલનાડુના પરીવારે દર્શાવ્યો અનોખો પ્રેમ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 14, 2020 | 8:06 PM

ટી-20 લીગમાં ભલે 13 મી સિઝનમાં ચેન્નાઇ સુપર કિંગ્સનુ પ્રદર્શન સારુ રહ્યુ ના હોય. પરંતુ તેના ચાહકોમાં તેની કોઇ કમી નથી વર્તાઇ. ધોનીના ચાહકો તેના પ્રત્યે એટલી જ ચાહત ધરાવે છે કે જેટલી તે પહેલાથી જ તેને ચાહતા આવ્યા છે. તેના ચાહકો તેની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના પણ એટલા જ દીવાના છે અને તેના તાજા ઉદાહરણ પણ સામે આવી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચેન્નાઇ સુપર કિંગ્સે આવા જ એક તેના ચાહકની તસ્વીરોને તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી શેર કરી છે. જેમાં ચેન્નાઇ અને ધોનીના ચાહકે પોતાના ઘરનુ નામ જ ધોની કરી દીધુ છે. ચેન્નાઇએ તેને પોસ્ટ કરી લખ્યુ છેકે, તામિલનાડુના આરંગુરમાં સુપરફૈન ગોપી કૃષ્ણન અને તેના પરીવારે તેમના ઘરનું નામ ધોની ફૈંન ઘર રાખ્યુ છે. એક સુપર ડુપર ભાવ અમારા દિલને ભાવુક કરી દે છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો હવે સોશિયલ મિડીયા પર પણ ખુબ વાયરલ થવા લાગી છે. તસ્વીરમાં પ્રશંસકનુ ઘર પુરી રીતે પીળા રંગમાં રંગાયેલુ જોવા મળે છે. ચેન્નાઇ સુપર કિંગ્સના ખેલાડીઓ જેવી જ ટી-શર્ટ પહેરીને ગોપી કૃષ્ણનનો પરીવાર પણ ઘર આગળ ઉભા રહીને તસ્વીર ખેંચાવી છે. તેમાં તેના બાળકો અને વડીલો પણ જોવા મળે છે. આમ, આ તસ્વીર સાથે પોતાનો પરીવાર પણ ટીમ ધોનીનો ચાહક હોવાનુ દર્શાવી રહ્યો છે. ધોનીના આ ચાહકની વાત કરીએ તો ના માત્ર તેણે ઘરને પીળો રંગ જ કરાવ્યો છે. પરંતુ તેણે ઘરની અંદર અને બહાર પણ ધોનીના ચિત્રોને લગાવ્યા છે. ધોનીની તસ્વીરો પણ ઘરની દીવાલો પર ચિતરાવી છે. આમ ઘરને દુરથી પણ જોઇને કહી શકાય કે ધોનીની દીવાનગી ધરાવતું પરીવાર અહી વસી રહ્યું છે.

https://twitter.com/ChennaiIPL/status/1315955697201233922?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">