T-20: જીત માટે બેતાબ બનેલુ કોલકત્તા હવે ચેન્નાઇનો કરશે સામનો, ટીમ ધોની શાખ જાળવવા રમશે

પ્લેઓફની દૌડમાંથી બહાર થઇ ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સ હવે ટી-20 લીગની બાકીની મેચમાં હવે પોતાના સન્માન માટે મેચ જીતવા પ્રયાસ કરશે. તો આ હાર જીતથી હવે બાકીની ટીમોના પણ પ્લેઓફમાં પહોંચવાના ગણિત પણ બગડી શકે છે. આ માટે તેનુ પહેલુ નિશાન કલકત્તા હશે. ગુરુવારે કલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. જેમાં […]

T-20: જીત માટે બેતાબ બનેલુ કોલકત્તા હવે ચેન્નાઇનો કરશે સામનો, ટીમ ધોની શાખ જાળવવા રમશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 29, 2020 | 7:57 AM

પ્લેઓફની દૌડમાંથી બહાર થઇ ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સ હવે ટી-20 લીગની બાકીની મેચમાં હવે પોતાના સન્માન માટે મેચ જીતવા પ્રયાસ કરશે. તો આ હાર જીતથી હવે બાકીની ટીમોના પણ પ્લેઓફમાં પહોંચવાના ગણિત પણ બગડી શકે છે. આ માટે તેનુ પહેલુ નિશાન કલકત્તા હશે. ગુરુવારે કલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે. જેમાં કલકત્તા જીત માટે બેતાબ હશે.

કલકત્તાએ 12 મેચ રમીને 12 પોઇન્ટ મેળવ્યા છે, તેણે પ્લેઓફમાં પોતાના સ્થાનને સુરક્ષિત કરવા માટે તેની હવે બંને મેચ જીતવી જરુરી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ આઠ ટીમોમાં પોઇન્ટ ટેબલ પર સૌથી નિચેના ક્રમ પર સ્થાન ધરાવે છે. હવે ચેન્નાઇ માત્ર પોતાની પ્રતિષ્ઠા ખાતર મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટના આ દોરમા હવે કેટલીક ટીમોની હાર જીત થી હવે કેટલીક ટીમો 14 કે 16 અંક સુધી પહોંચી શકે છે. આવામાં સારુ એ રહેશે કે સારી ગતી થી રન કરી પ્લેઓફમાં સ્થાન મેળવવા ની સ્થિતી પણ સર્જાઇ છે. આ સંજોગોને ધ્યાને રાખીને કલકત્તાએ મોટા અંતર થી જીત મેળવવી મહત્વપુર્ણ રહેશે. કલકત્તા માટે ચેન્નાઇ સામે જીત મેળવવી એ આસાન કામ નથી. કારણ કે ચેન્નાઇ એ જે રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઠ વિકેટે હાર આપી હતી એ આત્મ વિશ્વાસ ભરપુર હશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કલકત્તાની ટીમ માટે બેટીંગ ક્રમ એ કેપ્ટન ઇયોન મોર્ગન માટે ખુબ જ ચિંતાનો વિષય રહ્યો છે. તેને આશાઓ પણ હશે કે, હવે જ્યારે ટીમને સખત જરુર છે ત્યારે પુર્વ કેપ્ટન દિનેશ કાર્તિક પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન રજુ કરવામાં સફળ રહે. નિતિશ રાણાનુ પ્રદર્શન પણ ઉતાર ચઢાવ વાળુ રહ્યુ છે. આવી જ સ્થિતી કલકત્તાની ટીમના બાકીના ખેલાડીઓમાં પણ વર્તાઇ રહી છે. બોલરોએ કલકત્તાની તરફ થી અત્યાર સુધી સારી ભુમીકા નિભાવી છે. તામિલનાડુના રહસ્યમયી સ્પિનર વરુણ ચ્રકવર્તી પણ પ્રભાવશાળી રહ્યા છે. તેને પોતાના સારા પરફોર્મન્સને લઇને ભારતીય ટીમમાં પણ ટી-20 ફોર્મેટ માટે જગ્યા મળી છે.

કલકત્તાના બોલરોએ ચેન્નાઇ સામે હરીફ બેટ્સમેનો સામે કોઇ પણ પ્રકારે ઢીલાશ દાખવવાની જરુર નથી. આ પ્રકારના વર્તન થી બોલરોએ બચીને રહેવુ પડશે. ચેન્નાઇ ના બેટ્સમેનો પણ નિરંતર એક જેવુ પ્રદર્શન કરી શક્યા નથી, પરંતુ જ્યારે દીવસ તેમનો હોય છે ત્યારે કોઇ પણ પ્રકારના આક્રમણની તેઓ ધજીયા ઉડાવી શકે છે. પહેલી વાર પ્લેઓફ ની રેસ માથી બહાર ફેંકાઇ જનારી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ના સામે કલકત્તાના બેટ્સમેનો પણ વિવિધતાપુર્ણ આક્રમણ ના પડકારને પાર પાડવો પડશે.

મિશેલ સેંટનર ને અંતિમ એકાદશીમાં સામેલ કરવાને લઇને ચેન્નાઇ ના બોલરોને એક પ્રકારે મજબુતાઇ મળી છે. બેંગ્લોર સામે જીત મેળવવાને લઇને ચેન્નાઇના ખેલાડીઓનુ મનોબળ પણ વધ્યુ છે. ઋતુરાજ ગાયકવાડે ગઇ મેચમાં શાનદાર રમત રમી હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તેના સારા ફોર્મની પણ આશા કરી હશે. તેમના અન્ય બેટ્સમેન પણ હવે સ્વચ્છંદ થઇને મોટી પારી રમવા પર ધ્યાન આપશે.

કલકત્તા નાઇટ રાઇડર્સ: કેપ્ટન ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક, શુભમન ગિલ, નીતિશ રાણા, સુનિલ નરેન, આંદ્રે રસાલ, , નિખિલ નાઇક, કુલદીપ યાદવ, સંદિપ વોરીયર, કમલેશ નાગરકોટી, લોકી ફરગ્યુસ, પ્રસિધ્ધ કૃષ્ણાં, રિંકુ સિંહ, સિદ્ધેશ લાડ, સુનિલ નારાયણ, પૈટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, ટોમ બેટન, રાહુલ ત્રિપાઠી,ક્રિસ ગ્રીન, એમ સિધ્ધાર્થ, અલી ખાન અને શિવમ માવી.

ચેન્નાઇ સુપર કિંગ્સ: મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુપ્લેસી, શેન વોટસન, કેદાર જાદવ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પીયુષ ચાવલા, ઇમરાન તાહિર, મેચેલ સૈટનેર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સૈમ કરન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા.

આ પણ વાંચોઃ T-20: જસપ્રિત બુમરાહે વિકેટની કરી સદી, વિરાટ કોહલી સાથે બની ગયો તેનો ગજબનો સંયોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">