T-20: ક્રિઝ ગેઇલને બેટ પછાડી નારાજગી દર્શાવવી ભારે પડી, લીગ દ્રારા ફટકારાયો દંડ

યુનિવર્સ બોસ એટલે કે ક્રિસ ગેઇલ જ્યારે મેદાનમાં ઉતરે છે, ત્યારે તે એન્ટેઇરમેન્ટની ગેરંટી પણ સાથે લઇને જ આવે છે. એટલે કે જેટલી વાર માટે ક્રિઝ પર ગેઇલ ઉભો હશે, એટલી વાર તે મેચ આપના માટે પૈસા વસુલ મેચ નો સમય રહેશે. જોકે આ ધમાકેદાર ઇનીંગ્સ રમવા દરમ્યાન ગેઇલે મેદાન પર એક એવી પણ હરકત […]

T-20: ક્રિઝ ગેઇલને બેટ પછાડી નારાજગી દર્શાવવી ભારે પડી, લીગ દ્રારા ફટકારાયો દંડ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 19, 2021 | 9:42 AM

યુનિવર્સ બોસ એટલે કે ક્રિસ ગેઇલ જ્યારે મેદાનમાં ઉતરે છે, ત્યારે તે એન્ટેઇરમેન્ટની ગેરંટી પણ સાથે લઇને જ આવે છે. એટલે કે જેટલી વાર માટે ક્રિઝ પર ગેઇલ ઉભો હશે, એટલી વાર તે મેચ આપના માટે પૈસા વસુલ મેચ નો સમય રહેશે. જોકે આ ધમાકેદાર ઇનીંગ્સ રમવા દરમ્યાન ગેઇલે મેદાન પર એક એવી પણ હરકત કરી દીધી હતી. જેના માટે તેણે સજા પણ ભોગવવી પડી છે. 

 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ક્રિસ ગેઇલ પંજાબની બેટીંગ ઇનીંગ દરમ્યાન જોફ્ા આર્ચરના બોલ પર જબરદસ્ત છગ્ગો લગાવ્યો, તેના પછીના બોલ પર જ તે ક્લિન બોલ્ડ થઇ ગયો હતો. 99 રનની ઇનીંગ રમીને ક્રિસ ગેઇલ આઉટ થવાને લઇને તે નારાજ થયો હતો. જેને લઇને નારાજગી થી ગેઇલે જોર થી બેટને જમીન પર પટક્યુ હતુ, જેને લઇને ગેઇલના હાથમાંથી બેટ ખુબ દુર જઇને પડ્યુ હતુ. ટી-20 લીગના કોડ ઓફ કંડક્ટના લેવલ એક ની ધારા 2.2 મુજબ ગેઇલ પર આચાર સંહિતતા ભંગમાં દોષિત ઠેરવવામા આવ્યો છે. આના માટે હવે ગેઇલની દશ ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે. ગેઇલે પણ પોતાની ભુલની સજાને સ્વિકારી લીધી છે.

ક્રિસ ગેઇલ આમ તો ખુબ જ શાંત સ્વભાવનો ખેલાડી છે અને મેદાન બહાર પણ તે આક્રમક પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે પણ જાણિતો નથી. પરંતુ મેચમાં 99 રન પર આઉટ થવાના બાદ ગેલ પોતાની સ્થિરતાને ખોઇ બેઠો હતો. જોકે પોતાને બોલ્ડ કરનારા જોફ્રા આર્ચરને ગેઇલે જતા વેળા હાથ પણ મિલાવ્યો હતો. ગેઇલના નામે ટી-20 ક્રિકેટ ફોર્મેટમાં 13,000 થી વધુ રન કર્યા છે. દિલચસ્પ વાત એ છે કે તેણે 10, 000 થી વધુ રન તો માત્ર ચોગ્ગા અને છગ્ગા વડે જ કર્યા છે. 

41 વર્ષીય ગેઇલે પોતાના કેરીયરમાં 400 થી વધુ ટી-20 મેચ રમી છે. ટી-20 લીગમાં ગેઇલ ના નામે લગભગ 400 ઉપરાંત છગ્ગા કર્યા છે. જ્યારે ટી-20 કેરીયરમાં હવે તેના નામે 1001 છગ્ગા નોંધાવ્યા છે. ટી-20 લીગની છ મેચ રમીને 23 છગ્ગા લગાવી દીધા છે, ઉપરાંત ટી-20 લીગમાં અત્યાર સુધી છ શતક પણ લગાવ્યા છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">