T-20: બુમરાહની 4 વિકેટની મદદથી દિલ્હીને 57 રને કચડીને મુંબઇ ઇન્ડિયન્સ ફાઇનલમાં પહોંચ્યુ

ટી-20 લીગની 13 મી સિઝનની પ્રથમ ક્વોલીફાયર મેચ દુબઇના મેદાન પર રમાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સની વચ્ચેની મેચમાં, દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 200 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં દિલ્હી ટીમ બોલીંગ બાદ બેટીંગમાં પણ લડખડાઇ ગઇ […]

T-20: બુમરાહની 4 વિકેટની મદદથી દિલ્હીને 57 રને કચડીને મુંબઇ ઇન્ડિયન્સ ફાઇનલમાં પહોંચ્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 05, 2020 | 11:23 PM

ટી-20 લીગની 13 મી સિઝનની પ્રથમ ક્વોલીફાયર મેચ દુબઇના મેદાન પર રમાઇ હતી. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સની વચ્ચેની મેચમાં, દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 200 રનનો સ્કોર ખડક્યો હતો.

જેના જવાબમાં દિલ્હી ટીમ બોલીંગ બાદ બેટીંગમાં પણ લડખડાઇ ગઇ હતી. તેણે મહત્વની મેચમાં જ હાર સહન કરી હતી. 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવીને દિલ્હીએ 143 રન કર્યા હતા. આમ મુંબઇએ 57 રન થી મેચ જીતીને વધુ એક વાર મુંબઇ ઇન્ડિયન્સ ટી-20 લીગની ફાઇનલમાં પહોંચ્યુ હતુ.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

દિલ્હી કેપીટલ્સની બેટીંગ.

મુંબઇ સામેની મેચમાં દિલ્હીની શરુઆત એકદમ ખરાબ રહી. સ્કોર બનાવ્યા વિના જ ત્રણ બેટ્સમેનો પેવેલીયન પરત ફર્યા હતા. જેમાં પૃથ્વી શો, અજીંક્ય રહાણે અને શિખર ધવન પોતાના ખાતા ખોલાવ્યા વિના જ આઉટ થઇ ગયા. આ દિલ્હીની ટીમના શુન્ય રનના સ્કોર પર જ ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી.

20 રનના સ્કોર પર ચોથી વિકેટ પણ કેપ્ટન શ્રેયસ ઐયરના રુપમાં ગુમાવી હતી, ઐયરે 12 રન બનાવ્યા હતા. 41 રન ના સ્કોર પર ઋષભ પંતની વિકેટ પણ તેના માત્ર ત્રણ રન પર ગુમાવી દીધી હતી. ડેનીયલ સેમ્સ પણ શુન્ય પર વિકેટ ગુમાવી બેઠો હતો.

જોકે બાદમાં માર્ક્સ સ્ટોઇનીશે સ્થિતી સંભાળવા માટે પ્રયાસ કર્યો, તેણે 46 બોલમાં 65 રનની શાનદાર ઇનીંગ રમીને ટીમને સન્માનજનક સ્થિતીમાં રાખવા માટે પ્રયાસ કર્યો. અક્ષર પટેલે પણ ટીમના સ્કોરને સન્માન જનક સ્થિતીમાં પહોંચાડવા પ્રયાસ કર્યો. તેણે 33 બોલમાં 42 રન કર્યા.

મુંબઇ ઇન્ડિયન્સની બોલીંગ.

જસપ્રિત બુમરાહે જાણે કે દિલ્હીને આજે જાણે કે ઘુંટણીયે લાવી દીધુ હતુ. જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. બુમરાહે દિલ્હીના સપનાઓને તોડવામાં જાણે કે મહત્વની ભુમીકા નિભાવી હતી.

ટ્રેન્ટ બોલ્ટે પણ શરુઆતમાં જ બે વિકેટ ઝડપી લઇને દિલ્હી પર શરુઆતમાં જ ભીંસ વધારી દીધી હતી. કૃણાલ પંડ્યાએ પણ 1 વિકેટ ઝડપી. કીરોન પોલાર્ડે પણ એક વિકેટ ઝડપી હતી. આમ બોલરોના શાનદાર પ્રદર્શને મુંબઇને આસાનીથી ફાઇનલમાં પહોંચાડ્યુ.

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે આવેલી ટીમ મુંબઇએ પહેલો ઝટકો 16 રન ના ટીમ સ્કોર પર અનુભવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા શુન્ય રન પર જ અશ્વિનનો શિકાર બન્યો હતો. તેના પછી ડીકોક અને સુર્યકુમાર યાદવે ઇનીંગને સંભાળી હતી.

બંનેએ છ ઓવરના પાવર પ્લેમાં 63 રન બનાવ્યા હતા. આમી ઓવરમાં ડીકોક 25 બોલમાં 40 રનની તોફાની રમત રમીને અશ્વિનના બોલ પર કેચ આઉટ થયો હતો. મુંબઇ માટે સુર્યકુમાર યાદવે 36 બોલમાં અર્ધ શતક લગાવ્યુ હતુ. તે નોર્તઝેનો શિકાર 51 રન કરીને થયો હતો.

આમ મુંબઇને ત્રીજો ઝટકો મળ્યો હતો. ટીમે ચોથી વિકેટ કિરોન પોલાર્ડના સ્વરુપમાં ગુમાવી હતી, પોલાર્ડ શુન્ય રન પર જ અશ્વિનના બોલ પર કેચ આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા પણ 13 રન બનાવીને માર્કસ સ્ટોઇનીસના બોલ પર કેચ આઉટ થયો હતો. અંતમાં ઇસાન કિશન અને હાર્દીક પંડ્યાએ તોફાની રમત રમી હતી.

બંને ઝડપ થી સ્કોર બોર્ડને ફેરવ્યુ હતુ. ઇશાન કિશને 30 બોલમાં 55 રન કર્યા હતા, જ્યારે હાર્દિકે અણનમ 14 બોલમાં 37 રન કર્યા હતા. હાર્દીકે પાંચ છગ્ગા લગાવ્યા હતા. અંતિમ ત્રણ ઓવરમાં જ 55 રન બંનેએ ફટકાર્યા હતા.

દિલ્હી કેપીટલ્સ બોલીંગ.

આર અશ્વિને મહત્વની મેચમાં સારો દેખાવ કર્યો હતો. તેણે તેની બોલીંગ વડે મુંબઇ ની મુશ્કેલીઓને વધારવા માટે સત પ્રયાસ કર્યો હતો. અશ્વિને ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી. જેમાં ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા, ક્વિન્ટન ડીકોક અને પોલાર્ડની વિકેટો નો સમાવેશ થાય છે.

તેણે ચાર ઓવરમાં 29 રન ગુમાવ્યા હતા. આ ઉપરાંત એનરીચ નોર્ત્ઝે અને માર્કસ સ્ટોઇનીસે પણ એક એક વિકેટ મહત્વની ઝડપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">