T-20:વિરાટ કોહલીની ટીમનો ખેલાડી ફ્રી હીટ પર જ થઇ ગયો આઉટ, જુઓ કેવી રીતે થયો આઉટ

6 નવેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ એલિમિનેટર મેચમાં ઇંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર ખેલાડી જે રીતે આઉટ થયો હતો, તે ના માત્ર આશ્વર્ય ઉપજાવે છે પરંતુ સાથે જ ચહેરા પર હાસ્ય પણ લાવી દે છે. આ મેચમાં તે ઝીરો પર આઉટ થયો હતો, તે પણ તેના પ્રથમ બોલ પર જ તે આઉટ થયો એ બોલ પણ ફ્રી […]

T-20:વિરાટ કોહલીની ટીમનો ખેલાડી ફ્રી હીટ પર જ થઇ ગયો આઉટ, જુઓ કેવી રીતે થયો આઉટ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 07, 2020 | 8:40 AM

6 નવેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ એલિમિનેટર મેચમાં ઇંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર ખેલાડી જે રીતે આઉટ થયો હતો, તે ના માત્ર આશ્વર્ય ઉપજાવે છે પરંતુ સાથે જ ચહેરા પર હાસ્ય પણ લાવી દે છે. આ મેચમાં તે ઝીરો પર આઉટ થયો હતો, તે પણ તેના પ્રથમ બોલ પર જ તે આઉટ થયો એ બોલ પણ ફ્રી હીટ હતી અને જેમાં તે એક માત્ર આઉટના ગણવામાં આવતા વિકલ્પ પર આઉટ થયો હતો.

આ ઘટના બેંગ્લોરની રમતની 11 મી ઓવરમાં થયુ હતુ. શાહબાઝ નદીમ બોલીંગ કરી રહ્યો હતો. તેનો ચોથો બોલ નો બોલ હતો. પરંતુ જ્યારે અંપાયરે તેને નો બોલ જાહેર કર્યો ત્યાં સુધીમાં એબી ડિવિલિયર્સ એક રન મેળવી ચુક્યો હતો. હવે મોઇન અલી ફ્રી હીટનો સામનો કરવા માટે હતો. જોકે શાહબાઝ નદીમના બોલને તે સિધો જ કવર્સમાં રાશિદ ખાન તરફ લગાવી દીધો હતો, સાથે જ તે રન લેવા માટે દોડી પડ્યો હતો. રાશિદ ખાને સ્ફુર્તીથી બોલને ઝડપીને નોન સ્ટ્રાઇકર એન્ડ ના સ્ટમ્પ પર લગાવી દીધો હતો. મોઇન અલી ક્રિઝ પર પહોંચવા માટે ઘણો દુર રહી ગયો હતો. આમ તે વગર ખાતુ ખોલાવીને જ તે પેવેલીયન પરત ફરી ગયો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બતાવી દઇએ કે ફ્રિ હીટ પર બેટ્સમેનને માત્ર રન આઉટ જ કરી શકાય છે. મોઇન પણ આ એક માત્ર વિકલ્પ પર જ શિકાર થયો હતો. સંભવ છે કે કોઇ પણ બેટ્સમેન ફ્રી હીટ પર તેના પહેલા જ બોલ પર રન આઉટ થવાની આ પ્રથમ ઘટના છે. જોકે ફ્રી હીટ પર અગાઉ પણ બેટ્સમેન રન આઉટ નોંધાઇ ચુક્યા છે. ભારત ની પ્રથમ ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકા ના રોબિન પીટર્સન આવી જ રીતે ફ્રી હીટ પર રન આઉટ થયો હતો. મોઇન અલી આ સિઝનમાં બેંગ્લોર માટે કોઇ જ ખાસ કમાલ કરી શક્યો નથી. તે ત્રણ મેચ રમી શક્યો છે જેમાં 12 રન બનાવ્યા છે. જેમાં 11 રન તો એક જ મેચમાં બનાવ્યા હતા. તે ટી-20 લીગમાં વર્ષ 2018 થી બેંગ્લોર ની સાથે છે. જોકે તે ટીમનુ અભિન્ન અંગ બનાવમાં હજુ પણ નાકામિયાબ રહ્યો છે.

https://twitter.com/watsonmpaul/status/1324726731341746176?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">