સુરેશ રૈના કરી રહ્યો છે ભલાઇનુ કાર્ય, ગરીબ બાળકો માટે કરી રહ્યો છે આવુ કાર્ય

  • Publish Date - 10:35 am, Tue, 24 November 20 Edited By: Bipin Prajapati
સુરેશ રૈના કરી રહ્યો છે ભલાઇનુ કાર્ય, ગરીબ બાળકો માટે કરી રહ્યો છે આવુ કાર્ય

ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ આ વર્ષે જ ઓગષ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી હતી, ત્યાર બાદ તે આઇપીએલમાં પણ રમવા થી દુર રહ્યો હતો. ક્રિકેટ થી તે ભલે કેટલોક સમય દુર રહ્યો હોય, પરંતુ આ દરમ્યાન તેણે સામાજીક કાર્યોમાં રુચી દેખાડી છે. ચાહે તે કાશ્મિરમાં ક્રિકેટ એકેડમી શરુ કરવાની વાત હોય કે, પોતાના ફાઉન્ડેશન દ્રારા વંચિત મહિલાઓ અને બાળકીઓને મદદ કરવાની વાત હોય. આવી તમામ બાબતોમાં રૈના આગળ આવી રહ્યો છે. રૈના હવે જમ્મુ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની 34 શાળાઓમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધા ઉભી કરશે.

રૈનાએ પોતાની પુત્રીના પ્રથમ જન્મદિવસે ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન ની સ્થાપના કરી હતી. આ એનજીઓના સહયોગ થી 27 નવેમ્બરે 34માં જન્મદિવસના પ્રસંગને લઇને અનેક સેવાકીય કાર્યો કરવાનો નિર્ણય કર્યો છે. જે પહેલ મુજબ તે શાળામાં અભ્યાસ કરતા 10,000 થી વધુ બાળકોના સ્વાસ્થ અને સ્વચ્છતાની સુવિધા ઉભી કરશે. રૈના અને તેનુ ફાઉન્ડેશનના સહ સંસ્થાપક તેમની પત્નિ પ્રિયંકા ચૌધરીએ તેના જન્મદિવસના સપ્તાહમાં શરુઆત ગાઝીયાબાદ ના નૂર નગર સિહાની ના ગવર્મેન્ટ કંપોઝિટ મિડલ સ્કૂલ, પીવાના પાણી ની સુવિધાઓમાં સુધાર, વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થીનીઓ માટે નવા અલગ અલગ શૌચાલય, હાથ ધોવાની વ્યવસ્થા, નાસ્તાના વાસણ ધોવાની અલગ જગ્યાઓ અને સ્માર્ટ ક્લાસનુ ઉદ્ઘઘાટન કરીને કરી હતી.

ગ્રેસિયા રૈના ફાઉન્ડેશન અને યુવા અનસ્ટોપેબલ ની સંયુક્ત પરિયોજના નો ભાગ છે. રૈના અને પ્રિયંકા આ દરમ્યાન નબળી સ્થિતીની 500 મહિલાઓને રાશન કિટ પણ આપી હતી. રૈનાએ કહ્યુ હતુ કે, આ પહેલ સાથે પોતાના 34 માં જન્મદિવસને મનાવવાને લઇને મને ઘણી ખુશીઓ છે. પ્રત્યેક બાળકને સારા શિક્ષણનો અધિકાર છે. જેમાં શાળાઓમાં સાફ અને સુરક્ષીત પિવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા પણ સામેલ છે. ઉત્તરપ્રદેશથી જોડાયેલા રૈના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના પણ દુત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati