કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના કાર્યાલય પર આદિવાસી મહિલા LRD ઉમેદવારોનો ભારે હોબાળો


કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના ઝંખવાવ સ્થિત કાર્યાલય પર આજે આદિવાસી મહિલા LRD ઉમેદવારોએ ભારે હોબાળો મચાવીને સુત્રોચ્ચાર કર્યા. LRD ભરતીમાં આદિવાસી વર્ગની મહિલાઓ સાથે અન્યાય થયો હોવાની લાગણી સાથે વિરોધ નોંધાવામાં આવ્યો. મહિલાઓની માગ છે કે બંધારણ મુજબ LRDની ભરતી કરવામાં આવે.

આ પણ વાંચોઃ મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં વિટકોસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની સુવિધા

હાથમાં બેનરો સાથે પ્રધાનના કાર્યલાય બહાર વિરોધ કરી રહેલી મહિલાઓનું માનવું છે કે સરકારે કટ ઓફ માર્કનું 65.50 ટકા મેરિટ જાહેર કરતા તેમના બંધારણીય હકનું હનન થયું છે. જોકે ન્યાયની આશા સાથે આજના વિશ્વ મહિલા દિવસની ઉજવણીનો પણ આ ઉમેદવારોએ બહિષ્કાર કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati