Surat: કોરોનાથી મૃત્યુ પામનાર મનપાના કર્મચારીઓના પરિવારજનો, સહાય માટે બન્યા નિઃસહાય

 Surat: ફેબ્રુઆરી 2020 થી કોરોના આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે. તેવામાં શહેરીજનોને આ બીમારીથી બચાવવા સુરત મહાનગરપાલિકાના હેલ્થ વર્કરો ફ્રન્ટલાઈન વર્કર તરીકે કામગીરી કરી રહ્યા છે

Surat: કોરોનાથી મૃત્યુ પામનાર મનપાના કર્મચારીઓના પરિવારજનો, સહાય માટે બન્યા નિઃસહાય
સુરત મહાનગરપાલિકાના કર્માચારીઓ સહાય માટે નિસહાય
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

May 11, 2021 | 3:02 PM

Surat: ફેબ્રુઆરી 2020 થી કોરોના આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે. તેવામાં શહેરીજનોને આ બીમારીથી બચાવવા સુરત મહાનગરપાલિકાના હેલ્થ વર્કરો ફ્રન્ટલાઈન વર્કર તરીકે કામગીરી કરી રહ્યા છે. સુરત મનપાના 22 હજાર કરતા વધુ કર્મચારીઓ રાત દિવસ એક કરીને ફરજ નિભાવી રહ્યા છે. આવામાં કેટલાક કર્મચારીઓને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. પરંતુ સરકારે જાહેરાત કરેલી આર્થિક સહાય માટે આ કર્મચારિઓ નિઃસહાય બની પાલિકા કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

-રાજ્ય સરકાર ના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કૉવિડ 19 ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ 19 ના કારણે તેનું અવસાન થાય તો રાજ્ય સરકાર આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપશે તેવો નિર્ણય મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ કર્યો હતો.જ્યારે કેન્દ્ર સરકારે 50 લાખની જાહેરાત કરી હતી. સુરતમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા મનપાના 2000 કરતા પણ વધુ કર્મચારીઓ સંક્રમિત થયા હતા. જેમાંથી 44 કર્મચારીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા હતા.

આજે આ ઘટનાને 10 મહિના કરતા વધુ સમય વીતી ગયો છે છતાં પણ કોરોના વોરિયર્સના મૃતકોના મોટા ભાગના પરિવારને કોઈપણ જાતની આર્થિક સહાય કે મળવાપાત્ર લાભો મળ્યા નથી. જેના માટે તેઓ કોર્પોરેશન કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. પરિવારના મોભી ગુમાવ્યાની ખોટ તેમને જીવનભર પુરાય એમ નથી. પણ તેનાથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ જતા આ પરિવારજનો આર્થિક સહાય માટે પાલિકા કચેરીના ધક્કા ખાઈ રહ્યાાં છે.

અત્યારસુધી 44માંથી ફક્ત 4 પરિવારને જ આ સહાય મળવાપાત્ર થયા છે. જ્યારે બાકીના પરિવારો નિઃસહાય બનીને બેઠા છે. સરકારી સહાય ક્યારે મળશે એ સવાલ સાથે તેઓ રજૂઆતો કરીને થાક્યા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો કરવામાં આવી છે જેનો આજદિન સુધી ઉકેલ નહિ આવતા પરિવારજનો લાચાર બની ગયા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati