2006માં સુરતમાં પૂર આવવાના કારણે લોકો થયા હતા દુ:ખી, હવે સુરતના પ્રાણીસંગ્રહાલય થઈ રહ્યું ખુશ

2006માં સુરતમાં પૂર આવવાના કારણે લોકો થયા હતા દુ:ખી, હવે સુરતના પ્રાણીસંગ્રહાલય થઈ રહ્યું ખુશ

તાપી નદીમાં આવેલા પૂરમાં તણાઈને આવેલી 2 માદા જળબિલાડીઓ અને વનવિભાગે ઉકાઈ ડેમની સુરત શહેરમાંથી પસાર થતી નહેરમાં આવી ગયેલી નર જળ બિલાડીને પકડી પાડી સુરત નેચરપાર્કના હવાલે કરી હતી. બાદમાં આ ઝૂમાં બનાવેલા એક કૃત્રિમ તળાવમાં 3 જળબિલાડીઓની ખૂબ કાળજી રાખીને તેમની દેખરેખ કરવામાં આવી હતી.

થોડા વર્ષોમાં આ 3 પ્રાણીઓની સંખ્યા મોટા પરિવારમાં પરિવર્તિત થઈ ગયું. જેના કારણે 12 વર્ષના જ સમયગાળામાં તેમની સંખ્યા 3માંથી 17 થઈ ગઈ..આનંદની વાત તો એ છે દેશના 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જલબીલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો છે..અને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝુ પાસે જલબીલાડીઓ માંગવામાં આવી રહી છે. હાલ સુરતમાં જન્મેલી અને ઉછરેલી 4 જલબીલાડીઓ મૈસુર, ચંદીગઢ, હૈદરાબાદ અને અમદાવાદના પ્રાણીસગ્રહલયમાં મોકલવામાં આવી છે.

સુરત ઝુ મા આ જલબીલાડીઓની વિશેષ કાળજી રાખવામાં આવે છે. કેનિબીલીઝમ એટલે કે પોતાના નબળા અને શારીરિક ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુઓને માતા દ્વારા જ મારી નાંખવાનો જંગલનો આ ક્રૂર નિયમ આ જલબીલાડીઓએ પણ જાળવી રાખ્યો છે. જેથી આ જળ બિલાડીઓ શારીરિક રીતે પણ ખૂબ સ્વસ્થ છે. છતાં પણ આ જળબિલાડીઓ વચ્ચે આંતરિક ઝઘડાથી તેઓ અલગ ગ્રૂપ બનાવીને નબળા સભ્યોને નિશાન બનાવીને મારી પણ નાખતા હોય છે જેથી ઝુ ઓથોરિટી અમુક ગૃપને અલગ પિંજરામાં મૂકીને તેમના બ્રિડિંગ પર ધ્યાન આપી રહી છે.

આ જળબિલાડીઓ પાછળ રોજનો 80 હજાર જેટલો ખર્ચ કરવામાં આવે છે..જળબિલાડીઓને રોજની 18 કિલો તાજા માછલીઓ ખવડાવવામાં આવે છે..જોકે સુરતમાં 2006માં આવેલ તાપી પૂરે સુરતને એક નવી સિદ્ધિ જળબિલાડીઓના બ્રિડિંગ માટે અપાવી છે..જેના કારણે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી પણ ખુશ છે.

[yop_poll id=1260]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati