સુરતની મૃતક મહિલા પીએસઆઇ અનીતા જોશીને પોલીસ વિભાગે ગાર્ડ ઓફ ઓનર અપાયું, મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરાઇ

  • Publish Date - 3:10 pm, Sun, 6 December 20
સુરતની મૃતક મહિલા પીએસઆઇ અનીતા જોશીને પોલીસ વિભાગે ગાર્ડ ઓફ ઓનર અપાયું, મૃતકની અંતિમ વિધિ પૂર્ણ કરાઇ

સુરતની મહિલા પીએસઆઇ અનીતા જોશીના મોત બાદ પોલીસ વિભાગે આજે અનીતાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. પ્રોટોકોલ મુજબ યોજાયેલા ગાર્ડ ઓફ ઓનરમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા. અને અનીતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. તો પરિવારના સભ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા. પ્રોટોકોલ મુજબની કામગીરી પૂર્ણ કર્યા બાદ પરિવારજનોએ અનીતાની અંતિમવિધિ પૂર્ણ કરીને. અનીતાને અલવિદા કહ્યું.

 

જોકે આપઘાતના કેટલાક દિવસો અગાઉ અનીતા જોશી માનસિક રીતે ડિપ્રેશનમાં હોય તેવી શંકા તેમના સ્ટેટસ પરથી સેવાઇ રહી છે. સાથી પોલીસકર્મીઓમાં લેડી સિંઘમની છાપ ધરાવતા અનીતા જોશી સ્વભાવે અતિસંવેદનશીલ હતા. અને તેમના સ્ટેટસ પણ લાગણી સભર રહેતા. જોકે પાછલા 5 દિવસથી તેઓ વિચિત્ર સ્ટેટસ મુકતા સહકર્મીઓ આશ્ચર્યમાં મુકાયા હતા. આપઘાતના બે દિવસ અગાઉ તેમણે રામલીલા ફિલ્લમાં વાગતા મરસીયાનો વીડિયો મૂક્યો હતો. જે વીડિયો જોઈને પોલીસ કર્મીઓને આશ્વર્ય થયું હતું. સાથે સાથે આગ તો અપને હી લગાતે હે, ગૈર તો સિર્ફ હવા દેતે હૈ એવો પણ વીડિયો મૂક્યો હતો. જ્યારે જો ગુજર ગયા ઉસે પીછે મૂડકર મત દેખો. વરના જો આગે મિલને વાલા હે ઉસે ભી ખો દોંગે જેવા પણ સ્ટેટસ મૂકતા હતા. આમ અનીતાના આપઘાત બાદ તેમના સ્ટેટસે ભારે ચર્ચા જગાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati