સુરતમાં વિદ્યાર્થીએ બનાવી બામ્બુમાંથી અનોખી સાઇકલ, જાણો કેટલું છે વજન અને શું છે કિંમત?

સુરતમાં વિદ્યાર્થીએ બનાવી બામ્બુમાંથી અનોખી સાઇકલ, જાણો કેટલું છે વજન અને શું છે કિંમત?

અત્યાર સુધી તમે સ્ટીલ અથવા તો એલોયથી બનેલી બાયસીકલ જોઈ હશે કે ચલાવી હશે. પરંતુ શું તમે ક્યારેય બામ્બુમાંથી એટલે કે વાંસમાંથી બનાવેલી સાઇકલ જોઈ છે ? સુરતમાં 17 વર્ષની ઉંમર ધરાવતા અને બારમા ધોરણમાં અભ્યાસ કરતા કુશ જરીવાળા નામના વિદ્યાર્થીએ વાંસની સાયકલ તૈયાર કરી છે. પચાસ હજારના ખર્ચે બે મહિનાના સમયમાં વાંસમાંથી આ સાયકલ બનાવવામાં આવી છે.

  

લોકડાઉન દરમ્યાન કુશે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વાયરલ વિડીયો જોયો હતો. જેને નેચર લવર હતો. અને તેની સાયકલ પણ વાંસની હતી. એ જોઈને ભારતના લોકો પણ સાયકલ વિશે જાણી શકે અને ઇકો ફ્રેન્ડલી સાયકલ તરફ વળે તેવા વિચાર સાથે કુશ જરીવાલાએ આ સાયકલ તૈયાર કરવાનો વિચાર કર્યો હતો .

વાંસથી બનેલી સાયકલની ખાસિયતો :

1).આ સાયકલમાં સાત બામ્બુનો ઉપયોગ કરાયો છે. બામ્બુને સુતરની દોરીથી એકબીજા સાથે બાંધીને ગ્લુથી જોઈન્ટ કર્યા છે.

2). બામ્બુની સાયકલ બનાવવી ખુબ જ અઘરી હતી. કારણકે બામ્બુને કટ કરીને તેને ગોઠવવાનું કામ બહુ અઘરું છે.

3). ગુજરાતમાં કોઈ જગ્યાએ આવા બામ્બુ મળતા નથી. તેથી મહારાષ્ટ્ર થી આ બામ્બુ મંગાવવામાં આવ્યા હતા. આ સાયકલ 100 કિલો સુધીનું વજન ઊંચકી શકે છે.

3). સામાન્ય સાઇકલ કરતા ત્રણ કિલો હલકી હોય છે. બામ્બુ પર પોલીયુરેથીન કોટિંગને કારણે સાયકલ વોટર પ્રુફ બની જાય છે.

4). બામ્બુ સાયકલની જે ફ્રેમ હોય છે તે અઢી કિલોની છે. બામ્બુની અંદર જે ફાઇબર રહેલું છે. તે રોડના ખાડા ને એબ્સોર્બ કરી લે છે. જેથી સાઇકલ રાઈડ ખૂબ જ સરળ બની જાય છે. અને સાયકલ સવારને સરળ સવારી મળી રહે છે.

5). સાયકલ માં આગળ નું ટોપટ્યુબ, સીટ ટ્યુબ અને બોટમ ટ્યુબ એ ત્રણ અને પાછળ બીજી ચાર ટ્યુબ આમ કુલ 7 ટ્યુબ બામ્બુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાયકલ બનાવતા પહેલા કુશ જરીવાળાએ વિડીયો જોઈને એક મહિના સુધી સાયકલ માટે રિસર્ચ કર્યું હતું. આ સાયકલમાં મહારાષ્ટ્રથી મંગાવવામાં આવેલા ડેન્ડોકોલમ સ્ટોકસી બામ્બુનો ઉપયોગ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati