સુરતમાં ખાખીનો જોવા મળ્યો અલગ રંગ! કોરોનાથી બચાવવા ગરીબોને ફ્રીમાં વહેંચ્યા માસ્ક

સુરતમાં ખાખીનો જોવા મળ્યો અલગ રંગ! કોરોનાથી બચાવવા ગરીબોને ફ્રીમાં વહેંચ્યા માસ્ક

પોલીસનું નામ પડે તો ખાખી યુનિફોર્મમાં કાયદાનો કડક અમલ કરાવતા દંડા રાખીને ફરતા પોલીસ જવાનો નજર સામે તરી આવે પણ આ ખાખી યુનિફોર્મ પાછળ તો એક માણસ જ હોય છે. જે લોકોની સેવા માટે હંમેશા હાજર રહેવાને પોતાની પહેલી ફરજ સમજે છે. સુરતમાં હાલ કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે.

Surat ma khakhi no jova malyo alag rang corona thi bachava garibo ne free ma vehchya mask

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat ma khakhi no jova malyo alag rang corona thi bachava garibo ne free ma vehchya mask

ત્યારે પાલિકા તંત્ર એકબાજુ લોકો પાસે માસ્ક ન હોવાના કારણે દંડ ઉઘરાવી રહી છે. તે જ પ્રમાણે નિયમ ન પાળવા બદલ પોલીસ તંત્ર પણ લોકોને દંડ કરી રહી છે. તેવામાં સુરતની લીંબાયત પોલીસનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. જેમાં PI વી.એમ.મકવાણા અને તેમની ટીમે આજે મીઠી ખાડી, નિલગીરી સર્કલ પાસે માસ્કનો ખર્ચ ન કરી શકતા ગરીબ લોકોને માસ્ક વહેંચ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Surat ma khakhi no jova malyo alag rang corona thi bachava garibo ne free ma vehchya mask

નોંધનીય છે કે આ મહિનામાં જ સુરતના લીંબાયત અને તેની આસપાસના વિસ્તારો ખાડી પુરનો સાક્ષી બન્યા હતા. તેવામાં અહીં કોરોનાની સાથે અન્ય રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. જે લોકોને માસ્ક પોલીસ દ્વારા ફ્રીમાં વહેંચવામાં આવ્યા તે લોકો એવા છે. જેઓ માસ્ક ખરીદી શકે તે માટે સક્ષમ નથી. ત્યારે આવા વિસ્તારોમાં ફરીને સુરત પોલીસે ખરા અર્થમાં ખાખી ધર્મ નિભાવ્યો છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati