કોરોનાને પગલે સુરતના કાપડ ઉદ્યોગકારો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો, ખરીદીમાં ઘટાડો નોંધતા નુકસાનીનો ડર

  • Publish Date - 5:09 pm, Mon, 23 November 20
કોરોનાને પગલે સુરતના કાપડ ઉદ્યોગકારો અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો, ખરીદીમાં ઘટાડો નોંધતા નુકસાનીનો ડર

કોરોના સંક્રમણને પગલે સુરતના કાપડ ઉધોગકારો અને વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. દર વર્ષ કરતા દિવાળીની ખરીદી ઠીકઠાક રહ્યા બાદ કાપડના વેપારીઓને લગ્નગાળામાં કંઇક સારા વેપારની આશા હતી. પરંતુ હવે આ આશા પણ ઠગારી નિવડી છે. લગ્નગાળામાં પણ વેપારીઓને મોટા નુકસાનનો ડર સતાવી રહ્યો છે. રાત્રી કરફ્યુ લદાયા બાદ માર્કેટનો સમય પણ સવારે 9થી સાંજે 7 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે.

 

લાભપાંચમથી ઉઘડતા મુહૂર્તે વેપારીઓને ફરી વધતા કોરોના સંક્રમણને કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બહારગામથી આવતા વેપારીઓને પણ કોરોના ટેસ્ટ કરાવવા અને તેમને સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવા નિયમ પણ બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે પરપ્રાંતના વેપારીઓ સુરત આવવાનું ટાળી રહ્યા છે. આવામાં સુરતના કાપડ વેપારીઓ હવે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવા સિવાય કોઇ વિકલ્પ જ વધ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati