સુરતમાં BRTS બસનાં ડ્રાઈવરની જાંબાઝી, પોતાનો જીવ આપીને 15નાં જીવ બચાવ્યા, ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા મોત
BRTS બસના ડ્રાઇવરની હિંમતે 15 મુસાફરોના તો જીવ બચાવ્યા જોકે ખુદ મોત સામેનો જંગ હારી ગયો. વાત છે સુરતની જ્યાં ચાલુ BRTS બસે ડ્રાઇવર અશોકને છાતીમાં દુખાવો ઉપડ્યો આ સમયે બસમાં 10 થી 15 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. છાતીમાં અસહ્ય દુખાવો છતા ડ્રાઇવર અશોકે હોશ ન ગુમાવ્યો અને બસ સાઇડમાં પાર્ક કરી. જોકે […]
BRTS બસના ડ્રાઇવરની હિંમતે 15 મુસાફરોના તો જીવ બચાવ્યા જોકે ખુદ મોત સામેનો જંગ હારી ગયો. વાત છે સુરતની જ્યાં ચાલુ BRTS બસે ડ્રાઇવર અશોકને છાતીમાં દુખાવો ઉપડ્યો આ સમયે બસમાં 10 થી 15 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. છાતીમાં અસહ્ય દુખાવો છતા ડ્રાઇવર અશોકે હોશ ન ગુમાવ્યો અને બસ સાઇડમાં પાર્ક કરી. જોકે કોઇ કઇ સમજે તે પહેલા જ ડ્રાઇવર અશોકનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. જો ડ્રાઇવર અશોકે થોડી પણ ભુલ કરી હોત તો અકસ્માત સર્જાવાની સંભાવના હતી જેનાથી મુસાફરોનો જીવ જોખમાઇ શકતો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો