સુરત: લોકડાઉનના કારણે બેકાર બનેલા યુવકે ચોરી કરી પણ આખરે પોલીસે ઝડપી લીધો

કોરોના વાઈરસના કારણે દેશ સહિત વિશ્વના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો હતો. આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી હતી. કોરોના વાઈરસના કારણે હજારો લોકો બેકાર બન્યા હતા. બેકાર બનેલા લોકો રોજગારના બીજા રસ્તાઓ અપનાવ્યા હતા. તો કેટલાક લોકો ચોરીના રવાડે ચડ્યા હતા. આવો જ એક ચોર પોલીસના હાથે […]

સુરત: લોકડાઉનના કારણે બેકાર બનેલા યુવકે ચોરી કરી પણ આખરે પોલીસે ઝડપી લીધો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2020 | 5:11 PM

કોરોના વાઈરસના કારણે દેશ સહિત વિશ્વના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો હતો. આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી હતી. કોરોના વાઈરસના કારણે હજારો લોકો બેકાર બન્યા હતા. બેકાર બનેલા લોકો રોજગારના બીજા રસ્તાઓ અપનાવ્યા હતા. તો કેટલાક લોકો ચોરીના રવાડે ચડ્યા હતા. આવો જ એક ચોર પોલીસના હાથે ઝડપાયો હતો. જે કોરોના વાઈરસના કારણે બેકાર બન્યો હતો. સુરતના ડિંડોલી ખરવાસા રોડ માર્કે પોઈન્ટમાં રહેતા ઈલેકટ્રીશયન પરિવાર બિમાર પુત્રીને સારવાર માટે દવાખાને લઈ ગયો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમના બંધ ફ્લેટને નિશાન બનાવી કુલ રૂપિયા 1.90 લાખના મતાની ચોરી કરી નાસી ગયો હતો.

 Surat: Lockdown na karan e bekar banela yuvake chori kari pan aakhre police e jadpi lidho

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ચોરીમાં સંડોવાયેલા રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે ઝડપી પાડી તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને બાઈક મળી કુલ રૂપિયા 4.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ લોકડાઉનના કારણે બેકાર બનતા પૈસાની જરૂર પડતા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે બાતમીના આધારે સચીન પારડી કણદેગામ બસ સ્ટેન્ટ પાસેથી બાઈક પર ફરતા જયેશ ઉર્ફે જીતુ સોમા પટેલને ઝડપી પાડ્યો હતો. જયેશ પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં અગાઉ સચીન, નવસારી ટાઉન પોલીસમાં પકડાઈ ચુકેલા જયેશ ઉર્ફે જીતુએ કબૂલાત કરી હતી કે લોકડાઉનને કારણે બેકાર હતો અને પૈસાની જરૂર હોવાથી ગત તા. 15મીના રોજ બાઈક લઈને ડિંડોલી વિસ્તારના બપોરના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરવાનું નક્કી કયું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Surat: Lockdown na karan e bekar banela yuvake chori kari pan aakhre police e jadpi lidho

ભંગારવાળા પાસેથી લોખંડનો સળીયો ખરીદી ફરતા ફરતા ડિંડોલી ખરવાસા રોડ માર્કે પોઈન્ટના ફલેટમાં ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ડિંડોલી પોલીસમાં તપાસ કરતા 15મીના રોજ માર્કે પોઈન્ટમાં રહેતા ઈલેકટ્રીકની દુકાન ધરાવતા દિનેશકુમાર કેવલરામ રાઠોડના ફલેટમાંથી ચોરી થઈ હતી અને તે મામલે ફરિયાદ પણ નોંધાઈ હોવાનું બહાર આવતા પોલીસે જયેશ ઉર્ફે જીતુની ધરપકડ કરી અગાળ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">