સુરત: કતારગામમાં ટ્યુશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું, સંચાલક સહિત 7ની ધરપકડ

સુરત: કતારગામમાં ટ્યુશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું, સંચાલક સહિત 7ની ધરપકડ

લોકડાઉન થતા અવનવી ઘટનાઓ સામે આવતી રહી હતી. જે ન થવાની વાતો અને ઘટના સામે આવી લોકો રૂપિયા કમાવા કે રૂપિયા ન મળતા કંઈક ને કાંઈક કરી બેસતા હોય છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારની ઘટના સામે આવી છે. કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે. તેના આધારે ટ્યુશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. તેની સામે તે નાળ ઉઘરાવે છે. તેથી કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં છાપો મારી સંચાલક ધર્મેશ મનજી સોનાણીની ધરપકડ કરી.

 Surat katargam ma tution class chalavnar e class ma j jugarkhanu sharu karyu sanchalak sahit 7 ni dharpakad

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat katargam ma tution class chalavnar e class ma j jugarkhanu sharu karyu sanchalak sahit 7 ni dharpakad

કતારગામ પોલીસે જુગાર રમતા કાંતી રવજીભાઈ છેડાવડિયા, લવજી માવજી કાનાણી,ધીરુ કાળુભાઈ મકવાણા, મુકેશ ડાહ્યાભાઈ રાંક અને મનસુખ કરસન સંખાવરાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને કુલ 64,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે આરોપીની અટકાયત કરી ટ્યૂશન સંચાલકની પૂછપરછ કરતા હકીકત જાણવી હતી કે છેલ્લા કેટલાક મહિનાથી સ્કૂલ કોલેજો બંધ હોવાથી ટયુશન કલાસીસ પણ બંધ હતું. જેથી ઓફિસમાં મિત્રો સાથે જુગાર રમાડવાનું ચાલુ કર્યું હતું પણ જ્યાં એક શિક્ષક બાળકોનું ઘડતર કરતા ત્યારે ત્યાં જ બીજી બાજુ જુગાર કેટલું યોગ્ય છે. હાલમાં તો પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati