સુરતમાં ચાના શોખીનો માટે નવો કોન્સેપ્ટ : ચા પણ પીઓ, કપ પણ ખાઓ

  • Publish Date - 9:37 pm, Sat, 31 October 20 Edited By: Utpal Patel
સુરતમાં ચાના શોખીનો માટે નવો કોન્સેપ્ટ : ચા પણ પીઓ, કપ પણ ખાઓ

ચાના શોખીનોએ અત્યાર સુધી જાતજાતની ચા પીધી હશે. ફુદીનાવાળી ચા, આદુ વાળી ચા, પુદીનાવાળી ચા, immunity booster વાળી ચા પીધી હશે. પણ તમે ક્યારેક ચા સાથે ચા નો કપ પણ ખાધો છે ? નહીં ને ? પણ સુરતમાં ગુજરાતમાં પહેલી વખત એવી ચા પીરસવામાં આવે છે છે જેને પીધા પછી તમે તેનો કપ ફેંકવાને બદલે ખાઈ શકો છો.

આ સ્પેશ્યલ કપ બિસ્કીટના મટીરીયલ થી બનાવવામાં આવ્યો છે. સુરતમાં એક ટી શોપમાં ચા સાથે કપ પણ ખાઈ શકાય એ કોન્સેપ્ટ ગુજરાતમાં પહેલી વખત જ લાવવામાં આવ્યો છે. જ્યાં ચા શોખીનો માટે એક આ શોપ ની મુલાકાત લેવી ચોક્કસ ગમશે જ.

ખૂબ જ યુનિક આઈડિયા સાથે તેઓ અહીં આવ્યા છે. દક્ષિણ ભારતમાંથી આ કપ ખાસ અહીં મંગાવવામાં આવે છે. સુરતમાં આમ પણ ખાણીપીણીની નવી વસ્તુઓ તો મળી જ આવે અને એને ધ્યાનમાં રાખીને સુરતીઓને એક નવો કોન્સેપ્ટ આપવાના વિચાર સાથે ટી શોપ ખોલવામાં આવી છે

અત્યાર સુધી આપણે ચાની લારી પર પ્લાસ્ટિકના કપ અથવા તો કાચના ગ્લાસમાં ચા પીધી હશે. પરંતુ આ કપની ખાસિયત એ છે કે ચા પીધા પછી તમારે તેને ફેંકવાની જરૂર નથી રહેતી. બિસ્કિટ જેવા જ મટિરિયલમાંથી આ કપ બનાવવામાં આવ્યા છે. જેની અંદર ગરમાગરમ ચા સર્વ કરવામાં આવે છે. ચા પૂરી થઈ જાય એટલે કપને ફેંકવા ને બદલે તમે તેને સીધો જ ખાઈ શકો છો. ચા ની ચા અને બિસ્કિટની બિસ્કિટની મજા માણવા તમારે ફક્ત 25 રૂપિયા ખર્ચવા પડશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો