એક સમયે GSTને લઈને મોદી સરકારનો વિરોધ કરનારા સુરતના વેપારીઓ હવે શા માટે તેમનું સમર્થન કરી રહ્યા છે?

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ હવે રાજકારણ ગરમાતુ જાય છે. રાજકીય પક્ષોના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે. ત્યારે બીજી તરફ લોકોમાં પણ એ ચર્ચા તેજ બની છે કે 2019માં સરકાર કોની બનશે ? જોકે સુરતના કાપડ માર્કેટમાં તો મોદી ફીવર જ જોવા મળી રહ્યો છે. સુરતના મિલેનિયમ માર્કેટમાં કાપડની એક […]

એક સમયે GSTને લઈને મોદી સરકારનો વિરોધ કરનારા સુરતના વેપારીઓ હવે શા માટે તેમનું સમર્થન કરી રહ્યા છે?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 27, 2019 | 12:12 PM

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય તેમ તેમ હવે રાજકારણ ગરમાતુ જાય છે. રાજકીય પક્ષોના પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયા છે. ત્યારે બીજી તરફ લોકોમાં પણ એ ચર્ચા તેજ બની છે કે 2019માં સરકાર કોની બનશે ?

જોકે સુરતના કાપડ માર્કેટમાં તો મોદી ફીવર જ જોવા મળી રહ્યો છે. સુરતના મિલેનિયમ માર્કેટમાં કાપડની એક દુકાનમાં કામ કરતા માર્કેટના વેપારીથી લઈને કારીગરો,હિસાબ કિતાબ સંભાળતા એકાઉન્ટન્ટ તમામે તમામ મોદી અગેઇનની ટી-શર્ટ પહેરીને કામ કરી રહ્યા છે. આ સુરતનું એ જ કાપડ માર્કેટ છે જ્યાં GST લાગુ થયા બાદ વેપારીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. GSTને ગબ્બર સિંગ ટેક્સ ગણાવીને આ કાયદાને કાળો કાયદો કહી તેને નાબૂદ કરવા માંગ કરી હતી.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જ્યારે આજના માહોલની વાત કરીએ તો હવે ચિત્ર બદલાયું છે. GSTનો વિરોધ કરનારા વેપારીઓ જ હવે સ્વીકારી રહ્યા છે કે GST આવ્યા બાદ વેપાર હવે સિસ્ટમમાં થઈ રહ્યો છે. GSTનો વિરોધ કરનારા સુરતના કાપડ માર્કેટમાં હવે મોદી ફીવર જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીના ફોટાવાળી ડિજિટલ પ્રિન્ટની સાડી,પાર્સલ પટ્ટી પર નમો અગેઇન,બિલ બુક પર વડાપ્રધાન મોદીના ફોટા સહિત જાતે જ વેપારીઓએ PMનું કેમ્પઈન કર્યુ હતું.

ત્યારે હવે આ માર્કેટના વેપારીઓએ મોદી અગેઇનની ટી-શર્ટ પહેરીને કામ શરૂ કર્યુ છે. માર્કેટમાં નમોની ટી-શર્ટ પહેરીને કામ કરતા વેપારીઓ અને કારીગરોનું કહેવું છે કે દેશના વડાપ્રધાન દેશ માટે 18 કલાક કામ કરે છે. ત્યારે તેમના ફોટા વાળી ટી-શર્ટ પહેરીને તેમને પણ તેમની જેમ કામ કરવાની એનર્જી અને જુસ્સો મળી રહે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">