સેનામાં મહિલાઓને કાયમી કમીશન, સુપ્રીમ કોર્ટમાં કામ ના આવી કેન્દ્રની દલીલ

ભારતીય સેનામાં મહિલાઓના સ્થાયી કમીશન પર સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્થાયી કમીશનથી વંચિત મહિલા અધિકારીઓના મામલા પર દિલ્હી હાઈકોર્ટેના આદેશને યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે સાફ કર્યુ કે મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવું જ પડશે. મહિલા અધિકારીઓને કાયમી કમીશનના તમામ ફાયદા મળશે. તેમાં તે મહિલા ઓફિસર્સ પણ સામેલ […]

સેનામાં મહિલાઓને કાયમી કમીશન, સુપ્રીમ કોર્ટમાં કામ ના આવી કેન્દ્રની દલીલ
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 6:30 AM

ભારતીય સેનામાં મહિલાઓના સ્થાયી કમીશન પર સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્થાયી કમીશનથી વંચિત મહિલા અધિકારીઓના મામલા પર દિલ્હી હાઈકોર્ટેના આદેશને યથાવત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે સાફ કર્યુ કે મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવું જ પડશે. મહિલા અધિકારીઓને કાયમી કમીશનના તમામ ફાયદા મળશે. તેમાં તે મહિલા ઓફિસર્સ પણ સામેલ છે, જે નિવૃત થઈ ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણયના અમલીકરણમાં અવરોધ લાવવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી. કોર્ટે કેન્દ્ર તરફથી આપવામાં આવેલી દલીલોને રદ કરી. કોર્ટે કહ્યું કે તમામ નાગરિકો માટે સમાન તક, જેન્ડર, ન્યાયથી સેનામાં મહિલાઓની ભાગીદારીનો રસ્તો નીકળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અત્યાર સુધી કેમ ન કર્યો લાગૂ?

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે અમે હાઈકોર્ટના નિર્ણય પર રોક નથી લગાવી, તે છતાં પણ કેન્દ્રએ તેને લાગૂ કર્યો નથી. હાઈકોર્ટના નિર્ણય પર કાર્યવાહી ના કરવાનું કોઈ કારણ નથી. કોર્ટના નિર્ણયના 9 વર્ષ પછી કેન્દ્ર 10 કલમો માટે નવી નીતિને લઈને આવ્યું. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિમણુંક એક વિકાસવાદી પ્રક્રિયા છે. SCએ કહ્યું કે કેન્દ્ર પોતાના દષ્ટિકોણ અને માનસિકતામાં બદલાવ કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેનામાં સાચી સમાનતા લાવવી પડશે. 30 ટકા મહિલાઓ લડાકૂ ક્ષેત્રોમાં તૈનાત છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાઓ પુરૂષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે. મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે. કોર્ટે કેપ્ટન તાન્યા શેરગિલ અને કર્નલ કુરેશીનો પણ ઉલ્લેખ કર્યો. શેરગિલ આર્મી ડે પર પુરૂષોના દળનું નેતૃત્વ કરનારી સેનાની પ્રથમ મહિલા અધિકારી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે સમગ્ર મામલો?

કેન્દ્રએ હાઈકોર્ટના આદેશની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સંરક્ષણ મંત્રાલયે 2010ના એક નિર્ણયને પડકાર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સેના અને એરફોર્સમાં શોર્ટ સર્વિસ કમીશન મેળવનારી મહિલાઓને કાયમી કમિશન આપવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારબાદ સેનામાં સેવા આપવા માટે મહિલાઓની ‘શારીરિક ક્ષમતા’ અને ‘માનસિક મર્યાદા’ જેવા અનેક મુદ્દાઓ ઉઠાવતા કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એક નોટ દાખલ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે મહિલાઓને સીધી લડતથી દૂર રાખવાનું વધુ સારું રહેશે કારણ કે જો તેઓને યુદ્ધની કેદી બનાવવામાં આવે તો તેનાથી તે મહિલાને ભારે માનસિક, શારીરિક અને માનસિક તણાવ ઉભો થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">