અંબાજીઃ શિક્ષિકાની કારની અડફેટે ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકીનું મોત, જુઓ VIDEO
અંબાજીમાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં એક માસૂમ વિદ્યાર્થિની કાર નીચે કચડાઈ જતા મોતને ભેટી છે. ધોરણ 2માં ભણતી નાનકડી બાળકી કોઈ બેફામ યુવક કે આવારા તત્વોના વાહન નીચે નથી કચડાઈ. પરંતુ પોતાની શાળાની શિક્ષિકાની કાર નીચે આવી જતા તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંબાજીના રાણપુરા આંબા ગામમાં આ ઘટના બની છે, જ્યાં […]
અંબાજીમાં એક દર્દનાક ઘટના બની છે, જ્યાં એક માસૂમ વિદ્યાર્થિની કાર નીચે કચડાઈ જતા મોતને ભેટી છે. ધોરણ 2માં ભણતી નાનકડી બાળકી કોઈ બેફામ યુવક કે આવારા તત્વોના વાહન નીચે નથી કચડાઈ. પરંતુ પોતાની શાળાની શિક્ષિકાની કાર નીચે આવી જતા તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંબાજીના રાણપુરા આંબા ગામમાં આ ઘટના બની છે, જ્યાં આવેલી શાળાના મેદાનમાં શિક્ષિકા પુરપાટ ઝડપે કાર હંકાવીને જતી હતી. બહાર કોઈ ખુલ્લી જગ્યાએ કાર શીખવાની જગ્યાએ આ શિક્ષિકા શાળાના જ મેદાનમાં કાર હંકાવીને ડ્રાઈવિંગ શીખતી હતી. જે દરમિયાન આંખોથી આંધળી થઈ ગયેલી શિક્ષિકાને આ માસૂમ બાળકી દેખાઈ જ નહીં અને તેણે નાનકડી બાળકી પર કાર ફેરવી દીધી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આણંદની APMCમાં પેડી(ચોખા)ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ