પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સને શરમમાં પાડવા RMCનો નવો અખતરો! રકમ ભરી દો, નહીં તો…

ઘણી બધી વાર કહેવા છતાં પણ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર લોકોને સબક શીખવાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ડિફોલ્ટર્સને મૂકશે શરમમાં! રાજકોટ શહેરભરના ચાર રસ્તાઓ અને ફરવાની જગ્યાઓ પાસે આવેલા 20 જેટલી સ્ક્રિન્સ પર ફોટો લાગશે. કોર્પોરેશનના અધિકારીનું આ અંગે કહેવું છે, “પ્રોપર્ટી ડિફોલ્ટર્સ પાસેથી ટેક્સ વસૂલવા માટે તેમને શરમજનક સ્થિતિમાં મૂકવા સિવાય હવે કોઈ વિકલ્પ […]

પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સને શરમમાં પાડવા RMCનો નવો અખતરો! રકમ ભરી દો, નહીં તો...
Follow Us:
| Updated on: Dec 14, 2018 | 8:56 AM

ઘણી બધી વાર કહેવા છતાં પણ પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર લોકોને સબક શીખવાડવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ડિફોલ્ટર્સને મૂકશે શરમમાં!

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કર્યું છે એક એવું લિસ્ટ જેમના રૂ.1 લાખથી વધુનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય. અને આ લિસ્ટમાં રાજકોટના 44 ડિફોલ્ટર્સનો સમાવેશ થાય છે જેમાં કંપનીઓ અને કેટલાક વ્યક્તિગત લોકો પણ છે. ટૂંક સમયમાં જ આ કંપનીઓ અને લોકો રાજકોટમાં જાણીતા બની જશે. કારણ કે આ સૌ કોઈનું કોર્પોરેશન દ્વારા ઘણાં બધા રિમાન્ડર્સ આપવા છતાં પણ પેટનું પાણી નથી હલતું. આ તમામ ડિફોલ્ટર્સને સબક શીખવાડવા આ તમામના નામ અને ફોટો રાજકોટના જાહેરા સ્થળોએ લાગેલી LED સ્ક્રિન્સ પર મૂકવામાં આવશે.

જુઓ વીડિયો:

રાજકોટ શહેરભરના ચાર રસ્તાઓ અને ફરવાની જગ્યાઓ પાસે આવેલા 20 જેટલી સ્ક્રિન્સ પર ફોટો લાગશે. કોર્પોરેશનના અધિકારીનું આ અંગે કહેવું છે,

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

“પ્રોપર્ટી ડિફોલ્ટર્સ પાસેથી ટેક્સ વસૂલવા માટે તેમને શરમજનક સ્થિતિમાં મૂકવા સિવાય હવે કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો. અમે તમામ પ્રયાસો કરી ચૂક્યા છીએ. ઘણી બધી વાર કહી ચૂક્યા છીએ અને નોટિસ પણ આપી ચૂક્યા છીએ. પણ છેલ્લે તેમને શરમજનક સ્થિતિમાં મૂકવા સિવાય કોઈ ઉપાય બાકી નથી. તેઓ જાણી જોઈને ટેક્સ નથી ભરતા.”

આ પણ વાંચો: શા માટે ફિલ્મ ‘હૈદર’ માં રોલ કરનાર કાશ્મીરનો આર્ટિસ્ટ બન્યો આતંકવાદી ? પરિવાર પણ અચંબામાં

હાલ રાજકોટ કોર્પોરેશન 500 મોટા ડિફોલ્ટર્સને ટાર્ગેટ કરી રહ્યું છે. આ લોકો વિરૂદ્ધ કડક પગલા ભરવાની સૂચના રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે આપી છે. જે પણ ડિફોલ્ટર્સ ટેક્સ નહીં ભરે તેમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. સરકારી ઈમારતો સિવાયની જે અન્ય ઈમારતોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હશે તેની હરાજી કરવામાં આવશે. 

Rajkot Muni. Commissioner Banchhanidhi Pani

Rajkot Muni. Commissioner Banchhanidhi Pani

એક અંદાજ મુજબ કોર્પોરેશને આશરે રૂપિયા 25 કરોડ વસૂલવાના બાકી છે, જેમાંથી સૌથી મોટો ડિફોલ્ટર વેસ્ટર્ન રેલવે છે અને આશરે રૂપિયા 12.63 કરોડનો ટેક્સ વસૂલવાનો બાકી છે. 

સરકારી યોજનાઓ અને લોકોને જાગૃત કરવા માટે જે LED સ્ક્રિનનો ઉપયોગ કરાય છે તેનો હવે રાજકોટ કોર્પોરેશન નવી રીતે ઉપયોગ કરશે.

[yop_poll id=235]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">