સુરત મનપાની જોહુકમી યથાવત, નાના બાળક પાસે 800 નો દંડ ઉઘરાવતા લોકોમાં આક્રોશ, વીડિયો થયો વાયરલ

સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબો પર ચલાવવામાં આવતી જોહુકમી અને દાદાગીરી કોઈ નવી વાત નથી. આજે તેનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નાના બાળક પાસેથી પાલિકાના અધિકારીઓએ 800 રૂપિયાના દંડ લીધો હોવાનું દેખાઈ રહ્યું છે. નોંધનીય છે કે લોકડાઉન અને અનલોક બાદ લોકોની આર્થિક સ્થિતિ કફોડી […]

Parul Mahadik
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:15 PM

સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબો પર ચલાવવામાં આવતી જોહુકમી અને દાદાગીરી કોઈ નવી વાત નથી. આજે તેનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નાના બાળક પાસેથી પાલિકાના અધિકારીઓએ 800 રૂપિયાના દંડ લીધો હોવાનું દેખાઈ રહ્યું છે. નોંધનીય છે કે લોકડાઉન અને અનલોક બાદ લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. અસંખ્ય લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે. તેમાં પણ રોજનું કમાવીને રોજનું ખાતા લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે માનવતા દાખવવાને બદલે પાલિકાના અધિકારીઓને નિયમો અને દંડ ઉઘરાવવાનું દેખાઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાયરલ થયેલા વીડિયોમાં પાલિકાના અધિકારીઓએ હાથ લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા એક નાના બાળક પાસે 800 રૂપિયાનો દંડ ઉઘરાવ્યો હતો. આ બાળક રડી રહ્યો હતો, ત્યારે જ સ્થાનિક લોકોએ તેની મદદ કરવા તેને રૂપિયા આપવાના પણ પ્રયત્ન કર્યા હતા પણ તેણે રૂપિયા લીધા ન હતા. તે ફક્ત રડી જ રહ્યો હતો. જોકે પાલિકાની આવી કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ વીડિયો વરાછા અથવા સરથાણા વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">