સ્માર્ટ ફોન પણ બની શકે છે રાત્રે અનિદ્રાનું મોટું કારણ..!

  • Publish Date - 10:15 am, Mon, 5 October 20 Edited By: TV9 Webdesk11
સ્માર્ટ ફોન પણ બની શકે છે રાત્રે અનિદ્રાનું મોટું કારણ..!


સ્માર્ટફોનથી એક મિનિટ પણ દૂર રહેવાતું નથી ? ઊંઘતા પહેલા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જોયા વગર ચેન નથી પડતું ? તો સચેત થઇ જજો. બ્રિટનની એક્ઝિટર સહીત અન્ય યુનિવર્સીટીઓએ મોબાઇલમાંથી નીકળતા વિકિરણોથી કેન્સરથી લઈને નપુંસકતા સુધીની બીમારીની વાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અનિંદ્રાનું કારણ :
2017માં ઇઝરાયલની હાઈફા યુનિવર્સીટીએ કરેલા અભ્યાસમાં જણાવ્યું છે કે ઊંઘવાના અડધા કલાક પહેલા મોબાઈલને દૂર મૂકી દેવો જોઈએ. અભ્યાસ કરનારાઓનું કહેવું હતું કે મોબાઈલ, ટીવી સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ સ્લીપ હોર્મોન મેલાટોનિનના ઉત્પાદન પર અસર કરે છે. જેનાથી વ્યક્તિને ફક્ત ઊંઘવાથી જ નહીં સવારે ઉઠવામાં પણ થાક, કમજોરીનો અહેસાસ થાય છે.

કેન્સરનો ડર :
આંતરરાષ્ટ્રીય કેન્સર એજન્સીએ મોબાઇલમાંથી નીકળનારી ઇલેક્ટ્રોમેગ્નેટ વિકિરણોને સંભવિત કેન્સરકારી તત્વોની શ્રેણીમાં મૂકી છે. સ્માર્ટફોનનો વધુ ઉપયોગ મગજ અને કાનમાં ટ્યુમર થવાની સંભાવનાને વધારે છે.

સંતાનસુખ પર સંકટ :
2014માં એક્ઝિટર યુનિવર્સીટીમાં થયેલા અભ્યાસથી મોબાઇલમાંથી નીકળનારા ઇલેક્ટ્રોમેગ્નેટિક વિકિરણોને નપુસંકતા સાથે સીધી રીતે જોડવામાં આવી છે. પેન્ટના ખિસ્સામાં સ્માર્ટફોન મુકવાથી પુરુષોના શુક્રાણુઓની ઉત્પાદન ક્ષમતા ઘટાડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati