12 Februaryએ મકર રાશિમાં 6 ગ્રહનું એક સાથે પરિભ્રમણ, 59 વર્ષ પછી વિશેષ યોગની જાણો અસર

આગામી 12મી February એ પરિભ્રમણના 6 ગ્રહો એક સાથે મકર રાશિમાં પ્રવેશ કરશે. એક સાથે 6 ગ્રહોનું આ જોડાણ પૃથ્વી તેમજ મકર અને કર્ક રાશિના જાતકો, વિશ્વના અનેક દેશો માટે નુકસાન કરનારું રહેશે.

12 Februaryએ મકર રાશિમાં 6 ગ્રહનું એક સાથે પરિભ્રમણ, 59 વર્ષ પછી વિશેષ યોગની જાણો અસર
12 Februaryએ મકર રાશિમાં 6 ગ્રહનું એક સાથે પરિભ્રમણ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 10, 2021 | 3:48 PM

આગામી 12મી February એ પરિભ્રમણના 6 ગ્રહો એક સાથે મકર રાશિમાં પ્રવેશ કરશે. એક સાથે 6 ગ્રહોનું આ જોડાણ પૃથ્વી તેમજ મકર અને કર્ક રાશિના જાતકો, વિશ્વના અનેક દેશો માટે નુકસાન કરનારું રહેશે. મકર રાશિ શનિની રાશિ છે, જેમાં હાલ શનિ, ગુરુ જેવા લાંબા ગાળાના ગ્રહોનું પરિભ્રમણ ચાલે છે, શુક્ર, બુધ અને સૂર્ય પણ આ રાશિમાં છે, 12મી ફેબ્રુઆરીએ ચંદ્ર પણ મકર રાશિમાં પ્રેવશ કરશે.

Paribhraman

મકર રાશિમાં 6 ગ્રહનું એક સાથે પરિભ્રમણ

9 ગ્રહો પૈકી 6 ગ્રહો એક જ રાશિમાં ભેગા થવાને કારણે તેની ખરાબ અસરો ઉભી થતી હોવાનું જ્યોતિષશાસ્ત્રીઓ માની રહ્યા છે. જેમાં શનિ ખરાબ ગ્રહ, સૂર્ય ક્રુરગ્રહ, ગુરુ અને શુક્ર શુભ ગ્રહ છે ત્યારે બુધ પણ તેમની સાથે ભળતાં આ રાશિમાં 6 ગ્રહોનું પરિભ્રમણ કેટલાક ખરાબ પરિણામ આપી શકે છે. મકર પૃથ્વી તત્વની રાશિ છે ત્યારે પૃથ્વીના પેટાળમાં કે અન્ય કોઈ બીજી રીતે ખુવારી થવાની શક્યતાઓ વધી શકે છે. કુદરતી કે અકુદરતી આપત્તિઓ આવી શકે છે. ધરતીકંપ સુનામી, પૂર વાવાઝોડું આંદોલનો કે બે દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ કે અન્ય કોઈ પણ કુદરતી આફત આવવાની શક્યતાઓ વધી શકે છે, જેને કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન પણ થઇ શકે છે. જયોતિષ શાસ્ત્ર અનુસાર ભૂતકાળમાં પણ પૃથ્વી તત્વની રાશિ અશુભ બની હોય ત્યારે આ મુજબના અશુભ ફળો મળેલા છે તે મુજબ આ છ ગ્રહોનો યોગ પણ અશુભ નીવડી શકે.

મકર અને કર્ક રાશિ પર સૌથી વધુ અસર

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

મુખ્યત્વે આ વિશેષ યોગ મકર રાશિમાં હોવાથી મકર અને કર્ક રાશિ પર સૌથી વધુ માઠી અસર પડી શકે છે. મકર સામે બરોબર સાતમે કર્ક રાશિ આવતી હોવાથી તેની પર આ છ ગ્રહોની તીવ્ર અશુભ અસર થઈ શકે છે. આ રાશિના લોકોના કાર્યોમાં અચાનક રુકાવટ મુશ્કેલી અને નાની મોટી નુકસાની થવાની શક્યતાઓ છે. મકર અને કર્ક રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખી મોટા સાહસોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, નોકરી કે વ્યવસાયમાં અચાનક બદલાવ ન કરવો, લગ્નજીવન તેમજ અંગત વ્યક્તિઓ, કુટુંબ કે મિત્રો સાથે વાદવિવાદથી દૂર રહેવું તેમજ 3 થી 4 મહિનાનો સમય સાચવીને કાઢી નાખવાની જ્યોતિષીઓ સલાહ આપી રહ્યા છે.

અશુભ પ્રભાવથી બચવાનો આ રહ્યો ઉપાય મકર અને કર્ક રાશિના જાતકોએ શનિવવારે ઉપવાસ કરવો. એક સમય સાંજે ભોજન કરવું અને તેમાં પણ અડદની દાળ અને રોટલીનું ભોજન લેવું. ઉપવાસના દિવસ દરમિયાન દૂધ અને ફળ લઇ શકાય. શનિવારે શનિ દેવ તેમ જ હનુમાનજીના દર્શન કરવા તેલ સિંદૂર અર્પણ કરી અશુભ પ્રભાવથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">