શું કોંગ્રેસની અધ્યક્ષ પદ માટે શોધ પુરી? સોનિયા ગાંધીએ આ નેતાને અધ્યક્ષ પદ માટે કર્યો ફોન!

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની જાહેરાત કરી છે પણ તેમને મનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, તે છતાં રાહુલ ગાંધી રાજીનામુ આપવા માટે મક્કમ છે. ઘણા રાજ્યોના સંગઠનમાંથી દિલ્હી રાજીનામું આવવા લાગ્યુ. ત્યારે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. મહારાષ્ટ્રના નેતા સુશીલ કુમાર […]

શું કોંગ્રેસની અધ્યક્ષ પદ માટે શોધ પુરી? સોનિયા ગાંધીએ આ નેતાને અધ્યક્ષ પદ માટે કર્યો ફોન!
Follow Us:
| Updated on: Jul 01, 2019 | 2:35 PM

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામાની જાહેરાત કરી છે પણ તેમને મનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, તે છતાં રાહુલ ગાંધી રાજીનામુ આપવા માટે મક્કમ છે.

Sonia Gandhi

ઘણા રાજ્યોના સંગઠનમાંથી દિલ્હી રાજીનામું આવવા લાગ્યુ. ત્યારે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીની જગ્યાએ કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી શકે છે. મહારાષ્ટ્રના નેતા સુશીલ કુમાર શિંદે કોંગ્રેસના નવા અધ્યક્ષ હોય શકે છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ UPA અધ્યક્ષ સોનિયા ગાંધીએ સુશીલ કુમાર શિંદેને ફોન કર્યો છે. સંસદ સત્ર પછી કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બોલાવીને તેની અધિકૃત જાહેરાત કરવામાં આવી શકે છે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોણ છે સુશીલ કુમાર શિંદે?

સોનિયા ગાંધીના નજીકના વ્યક્તિ સુશીલ કુમાર શિંદે UPA શાસનકાળમાં ઘણા મુખ્ય પદો પર રહી ચૂક્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં તેમની અને વિલાસરાવ દેશમુખની વચ્ચે મુખ્યમંત્રી બનવાની દોડ શરૂ થઈ ત્યારે પાર્ટીએ તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા હતા પણ તેમને એક શબ્દ બોલાવ્યા વગર આ પદનો સ્વીકાર કર્યો હતો.

ત્યારબાદ તેમને કોંગ્રેસની સરકારમાં પ્રમુખ પદ આપવામાં આવ્યા. તેમને પાર્ટીના આદેશોની ઉપર ક્યારેય પણ તેમની મહત્વકાંક્ષાઓને હાવી થવા દીધી નથી. પોલીસની નોકરી છોડીને રાજનીતિમાં તેમની શરૂઆત વિધાનસભા ચૂંટણી લડીને થઈ હતી. 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા શિંદેને વર્ષ 1992માં કોંગ્રેસે રાજ્યસભામાં મોકલ્યા હતા. ત્યારબાદ શિંદેએ વર્ષ 1999માં પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં જીત મેળવી અને સાંસદમાં પહોંચ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: નર્મદા ડેમના પ્રોજેકટને લઈને ગુજરાત સરકારને ભાગીદાર રાજ્યો પાસેથી આટલા કરોડ રૂપિયા લેવાના બાકી, જુઓ VIDEO

ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર હતા શિંદે

તે પહેલા વર્ષ 2002માં શિંદેને UPAએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી દીધા હતા પણ NDAના ઉમેદવાર ભેરો સિંહ શેખાવતની સામે શિંદે ચૂંટણીમાં હારી ગયા હતા. ત્યારબાદ મનમોહન સિંઘની સરકારમાં શિંદેને કેન્દ્રમાં મંત્રી બનાવ્યા હતા.

[yop_poll id=”1″]

તે વર્ષ 2009થી વર્ષ 2012 સુધી દેશના ઉર્જા મંત્રી હતા. UPAના બીજા કાર્યકાળમાં તે 31 જુલાઈ 2012થી 26 મે 2014 સુધી કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેની સાથે જ શિંદે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">