‘બીમાર ગુજરાત’ સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ

આમ તો રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ઉમદા કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવે છે. ‘સ્વસ્થ ગુજરાત તંદુરસ્ત ગુજરાત’ સ્લોગન હેઠળ અનેક કેમ્પેઈન પણ ચાલતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. જો કે વિધાનસભા સત્ર દરમિયાન સરકારે જે રીતે ગુજરાતમાં બિમારીના આંકડા જાહેર કર્યા તે આ તમામ સ્લોગનો માત્રને માત્ર કાગળ પર હોય તેની પ્રતીતિ […]

'બીમાર ગુજરાત' સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 27, 2020 | 8:14 AM

આમ તો રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ઉમદા કામગીરી કરી હોવાનો દાવો કરવામાં આવે છે. ‘સ્વસ્થ ગુજરાત તંદુરસ્ત ગુજરાત’ સ્લોગન હેઠળ અનેક કેમ્પેઈન પણ ચાલતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. જો કે વિધાનસભા સત્ર દરમિયાન સરકારે જે રીતે ગુજરાતમાં બિમારીના આંકડા જાહેર કર્યા તે આ તમામ સ્લોગનો માત્રને માત્ર કાગળ પર હોય તેની પ્રતીતિ કરાવે છે અને અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ બિમારીનું ઘર બની રહ્યું હોય તેવું ખુદ સરકારના આંકડા દર્શાવી રહ્યા છે.

Image result for સિવીલ હોસ્પિટલ દર્દી

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ જ કારણ છે કે કોંગ્રેસ દ્વારા ‘બિમાર ગુજરાત’ જેવા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે, વિધાનસભા સત્રની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે રાજ્યભરમાં સ્વાઈન ફલૂ, મેલેરિયા, ડેન્ગ્યૂ તથા કોંગો ફીવરના કારણે અસરગ્રસ્ત થયેલા તેમજ મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓના આંકડાને ધારાસભ્યો દ્વારા પ્રશ્નોત્તરીમાં માંગ કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેના જવાબ ચોંકાવનારા મળ્યા છે માત્ર છેલ્લા એક વર્ષમાં સ્વાઈન ફ્લૂના 7,008 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 26,045 લોકોને ડેન્ગ્યુ થયો છે, મેલેરિયાનો આંકડો પણ 35,999 પર પહોંચ્યો છે. ત્યારે ચિકનગુનિયાના પણ રાજ્યભરમાં 1,985 કેસ નોંધાયા છે. જ્યારે અતિગંભીર માનવામાં આવતા કોંગો ફિવરના 37 દર્દીઓ નોંધાયા છે.

અહીં એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે આ તમામ આંકડાઓ સરકારી હોસ્પિટલના એટલે કે સરકારી ચોપડે નોંધાયેલા દર્દીઓ છે. આ સિવાય પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરનાર કરાવનાર દર્દીઓનો આંકડો કેટલો ક્રોસ કરી ગયો હશે તે હજુ બહાર આવ્યું નથી. જો કે સરકારના આરોગ્ય વિભાગને કેટલાક કિસ્સામાં દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી છે તો કેટલાક કિસ્સાઓમાં દર્દીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફ્લૂના કારણે છેલ્લા એક વર્ષમાં 251 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ડેન્ગ્યુના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યો છે તો કોંગો ફીવરમાં પણ સતત લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સરકાર પર સદનમાં આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જો કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા તમામ આક્ષેપોને રદિયો આપવામાં આવ્યો હતો અને માત્ર ગુજરાત નહીં, પરંતુ નજીકના રાજ્યો અને વિદેશમાંથી પણ લોકો સરકારી આરોગ્ય સેવાનો લાભ લેવા ગુજરાત આવતા હોય છે એ સરકારની સફળતા કહેવાય એવી સ્પષ્ટતા કરી હતી.

જો કે વિવિધ રોગો અને રોગોના કારણે થયેલા મૃત્યુના આંકડાઓ સાથે પ્રાઈવેટ હોસ્પિટલોમાં દર્દીઓ સાથે કરાતી મનમાની પણ સામે આવી છે. અમદાવાદની જ 7થી વધુ હોસ્પિટલો એવી છે, જ્યાં દર્દીઓ પાસે ‘માં કાર્ડ’ તથા ‘માં અમૃતમ કાર્ડ’ હોવા છતાં ઈલાજના પૈસા લેવામાં આવ્યા છે આ અંગે પ્રશ્ન પૂછાતા સરકારે 8 હોસ્પિટલોના નામ આપ્યા છે. જેમાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં પણ આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેમાં છેલ્લા 1 વર્ષમાં ‘માં કાર્ડ’ અંતર્ગત સારવાર ના આપવા બાબતની 8 ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ કારણોસર સારવાર નહીં આપવાની ફરિયાદ થઈ છે. જેમાં શેલબી હોસ્પિટલ નરોડા,સ્ટર્લિંગ હોસ્પિટલ, ન્યુરો-1, નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્વયંભૂ હોસ્પિટલ અને સેન્ટ્રલ હોસ્પિટલ સામે સરકારમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં સરકાર આગામી દિવસમાં કડક કાર્યવાહી કરશે તેવું આશ્વાસન આપ્યું છે.

આ પણ વાંચો: Women’s T20 World Cup: સેમીફાઈનલમાં પહોંચનારી ભારત પ્રથમ ટીમ, ન્યૂઝીલેન્ડને 3 રનથી હરાવ્યું

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">