શિયાળાની શરૂઆત: ઠંડીના વાતાવરણમાં તમે આ ભૂલો તો નથી કરતા? વાંચો અહેવાલ

Shiyada ni sharuvat thandi na vatavaran ma tame aa bhulo to nathi karta vancho aehval

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઠંડીના વાતવરણમાં ફ્લૂ અથવા ઈન્ફેક્શનથી બચવા માટે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રાખવી ખુબ જરૂરી છે. ત્યારે જાણો ઠંડીમાં લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ.

 Shiyada ni sharuvat thandi na vatavaran ma tame aa bhulo to nathi karta vancho aehval

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. વધુ સમય ગરમ પાણીથી નાહવું: નિષ્ણાંત મુજબ ઠંડીના વાતાવરણમાં વધારે સમય સુધી ગરમ પાણીથી નાહવું સ્વાસ્થ્ય માટે સારૂ નથી. તેનાથી શરીર અને મગજ બંને પર ખરાબ અસર પડે છે. ગરમ પાણી કેરાટિન નામના સ્કિન સેલ્સને ડેમેજ કરે છે, જેનાથી ત્વચામાં ખણ, ડ્રાયનેસ અને રેશિસની સમસ્યા વધી જાય છે.

READ  કંગના રણોતનો આરોપ સુશાંત રાજપુતની આત્મહત્યા એક પ્રિપ્લાન્ડ મર્ડર છે

2. વધારે કપડા: ઠંડીમાં પોતાને ગરમ રાખવી સારી વાત છે પણ વધારે કપડા પહેરવાથી બચવું જોઈએ, તેનાથી તમારી બોડી ઓવરહીટિંગનો શિકાર થઈ શકે છે.

3. વધારે જમવું: ઠંડીમાં વ્યક્તિનો ખોરાક અચાનક વધી જાય છે અને તે સ્વાસ્થ્યની ચિંતા વગર કંઈ પણ ખાઈ લે છે. ઠંડીમાં શરીરની કેલરી વધારે વપરાય છે, જેની ભરપાઈ આપણે હોટ ચોકલેટ અથવા એક્સ્ટ્રા કેલરીવાળા ફૂડથી કરવા લાગીએ છીએ. ભૂખ લાગવા પર માત્ર ફાઈબરયુક્ત શાકભાજી અને ફળ ખાવા જોઈએ.

READ  પચવામાં હલકી અને પૌષ્ટિક શાકભાજી એટલે પરવળ, જાણો ફાયદા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Shiyada ni sharuvat thandi na vatavaran ma tame aa bhulo to nathi karta vancho aehval

4. ચા-કોફી: ઠંડીમાં ચા અને કોફીથી શરીરને ગરમ રાખવાની રીત સારી છે પણ વધારે પડતી ચા અને કોફી શરીરને નુકસાન પહોંચાડે છે. દિવસમાં તમારે માત્ર 2 કે 3 કપથી વધારે ચા-કોફી ના પીવી જોઈએ.

5. ઓછું પાણી પીવું: શિયાળામાં લોકોને તરસ ઓછી લાગે છે. જેથી લોકો પાણી ઓછું પીવે છે પણ યૂરીનેશન, ડાયઝેશન અને પરસેવામાં પાણી શરીરમાંથી બહાર આવી જાય છે, ત્યારે પાણી ના પીવાના કારણે બોડી ડીહાઈડ્રેટ થવા લાગે છે, તેનાથી કિડની અને ડાયઝેશનમાં મુશ્કેલી થઈ શકે છે.

READ  આર્ટીકલ 35-Aને લઈને કાશ્મીરના બે પૂર્વ મુખ્યમંત્રીએ આપી કેન્દ્ર સરકારને ખુલ્લી ધમકી

6. કસરત: ઠંડીના વાતાવરણમાં લોકો બેડમાં લપાઈને સુઈ રહે છે. તેની જગ્યાએ લોકોએ સવારે સાઈકલિંગ, વોકિંગ અથવા કોઈ પણ પ્રકારનું વર્કઆઉટ શરૂ કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments