ગાંધીનગર: સિરિયલ કિલરની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ એક હત્યા કરી હોવાનો થયો ખુલાસો

ગાંધીનગર: સિરિયલ કિલરની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, વધુ એક હત્યા કરી હોવાનો થયો ખુલાસો

અડાલજ પંથકમાં 3 હત્યા કરનારા સિરિયલ કિલરની પુછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સિરિયલ કિલર મોનિષ માલીએ 3 નહીં પરંતુ ચાર હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. મોનિષે લૂંટનો મુદ્દામાલ વેચતા સોની યુવકની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. વિશાલ પટેલ નામનો સોની યુવક આરોપી મોનિષને મુદ્દામાલ વેચી આપતો હતો. પૂછપરછ દરમિયાન સિરિયલ કિલરે જૂન માસમાં જ વિશાલને ગોળી મારી તેની હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત બાદ ભાજપમાં ટિકિટ મેળવવાની દોડ શરૂ

હત્યા કરીને તેની લાશ ગટરમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં સિરિયલ કિલરે વિશાલની કારને પણ સળગાવી હોવાની CID ક્રાઈમ સમક્ષ કબૂલાત કરી હતી. મહત્વનું છે કે CID ક્રાઈમે સિરિયલ કિલર મોનિષ માલીના CCTV અને ફોટા જારી કર્યા હતા ત્યારે માત્ર વિશાલને જ સિરિયલ કિલરની ઓળખની જાણ હતી. માટે તેની હત્યા કરી હોવાનું અનુમાન છે. હાલ તો CID ક્રાઈમે સિરિયલ કિલર સામે ચોથી હત્યા કરવાનો ગુનો દાખલ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati