સહેવાગે મેક્સવેલને દશ કરોડનો ચીયરલીડર ગણાવ્યો, વાંચો મેક્સવેલે શું વાળ્યો જવાબ

  • Publish Date - 7:25 am, Sat, 21 November 20 Edited By: Pinak Shukla
સહેવાગે મેક્સવેલને દશ કરોડનો ચીયરલીડર ગણાવ્યો, વાંચો મેક્સવેલે શું વાળ્યો જવાબ

આઇપીએલ 2020 દરમ્યાન કિંગ્સ ઇલેવન પંજાબ ને માટે મુશ્કેલી ભરી સિઝન રહી હતી. જ્યારે ટીમના બેટ્સમેનોએ રન બનાવ્યા ત્યારે જ જીતની બાજી હારમાં પલટાઇ જતા હારી જવુ પડ્યુ હતુ. ભારતીય ટીમના પુર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે હાલની આઇપીએલ સિઝનમાં તમામ ટીમને મેચ બાદ રોસ્ટ કરતો દેખાયો હતો. સહેવાગે ખેલાડીઓના ખરાબ પ્રદર્શન ની ખુબ મજાક બનાવી દેતો હતો.

એક વિડીયોમાં સહેવાગે ગ્લેન મેક્સવેલને પણ નહોતો છોડ્યો અને તેણે મેક્સવેલને દશ કરોડની ચિયરલીડર ગણાવી દીધો હતો. મેક્સવેલે પણ તેનો જવાબ આપ્યો છે. તેણે કહ્યુ છે કે તે ભારતનો પુર્વ ઓપનર બેટ્સમેન ની કોમેન્ટ થી પરેશાન નથી અને આ પહેલી વાર પણ નથી. મેક્સવેલે કહ્યુ હતુ કે. આ ઠીક છે. વિરુ મારા પ્રત્યે પોતાના પસંદ ના પસંદ માટે ખુબ જ સ્પષ્ટ છે અને તે એકદમ ઠીક પણ છે. તેમને જે કંઇ પણ પસંદ છે તે કહેવાની તેમને અનુમતિ છે. ત આ પ્રકારના નિવેદનો કરવા માટે મિડીયામા છે, એટલે ઠીક છે હું તેમને નિપટ છુ અને આગળ વધુ છુ.

બતાવી દઇએ કે સહેવાગે મેક્સવેલ પર ટીપ્પણી કરી હતી. સહેવાગે કહ્યુ હતુ કે, આ દશ કરોડનો ચિયરલીડર પંજાબને ખુબ ભારે પડી ગયો. પાછળની કેટલીક સિઝનમાં મેક્સવેલનો રેકોર્ડ કામચોરી કરવાનો રહ્યો છે. આ સિઝનમાં તેમણે તેનો રેકોર્ડ પણ તોડી દીધો. મેક્સવેલ એ આઇપીએલ ની સીઝન 13 માં ખુબજ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 13 મેચોમાં 15.42 રનની સરેરાશ થી લગભગ 108 રન બનાવ્યા હતા. તેણે પુરી સિઝનમાં એકપણ છગ્ગો લગાવ્યો નહોતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati