CAAના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓની માર્ચ પોલીસે બેરિકેડ લગાવી અટકાવી

જામિયા સમન્વય સમિતિ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ યથાવત છે. દિલ્હીમાં આ કાયદાના વિરોધ માટે સંસદ ઘેરાઓ માર્ચ કાઢવામાં આવી છે અને હજારો લોકો આ માર્ચમાં જોડાયા છે. આ માર્ચ સંસદ સુધી ના પહોંચી શકે તે માટે પોલીસે હોલી હોસ્પિટલ પાસે બેરિકેડ લગાવી દીધા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા ચીફ પ્રોક્ટર વસીમ અહમદે જણાવ્યું કે હું […]

CAAના વિરોધમાં જામિયાના વિદ્યાર્થીઓની માર્ચ પોલીસે બેરિકેડ લગાવી અટકાવી
Follow Us:
| Updated on: Feb 10, 2020 | 11:52 AM

જામિયા સમન્વય સમિતિ દ્વારા નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ યથાવત છે. દિલ્હીમાં આ કાયદાના વિરોધ માટે સંસદ ઘેરાઓ માર્ચ કાઢવામાં આવી છે અને હજારો લોકો આ માર્ચમાં જોડાયા છે. આ માર્ચ સંસદ સુધી ના પહોંચી શકે તે માટે પોલીસે હોલી હોસ્પિટલ પાસે બેરિકેડ લગાવી દીધા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા ચીફ પ્રોક્ટર વસીમ અહમદે જણાવ્યું કે હું વિદ્યાર્થીઓ અને પોલીસથી પ્રાર્થના કરું છું કે સ્થિતિને શાંતિપૂર્ણ રીતે સંભાળવામાં આવે અને વિદ્યાર્થીઓ પરત આવી જાય.

આ પણ વાંચો :   આણંદ: અશાંત ધારો લાગુ કરવાને લઈને બોરસદમાં બંધનું એલાન, સ્થાનિકોએ વિશાળ રેલી કાઢી

પ્રદર્શનમાં ભીડ વધારે હોવાના લીધે વિશેષ અર્ધસૈનિક દળોને પણ સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં માર્ચ સંસદ સુધી જવાની હતી અને તેને દિલ્હી પોલીસે રોકી દીધી છે. આ સિવાય આ માર્ચમાં એનપીઆર અને એનઆરસીનો પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. મોટેભાગે વિદ્યાર્થીઓ આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

security-forces-stopped-jamia-students-protest-march-against-caa-nrc-npr-near-holy-family-hospital

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામિયા મિલિયા ઈસ્લામિયાથી સંસદ સુધીની માર્ચ સવારે ભારે સુરક્ષા વચ્ચે શરૂ થઈ હતી. પોલીસે વિદ્યાર્થીઓને સંસદ સુધી જવાનો ઈનકાર કરી દીધો હતો. વિદ્યાર્થીઓએ 30 જાન્યુઆરીના રોજ પણ એક માર્ચ કાઢવાની કોશિશ કરી હતી પણ પોલીસે તેમને અટકાવી દીધા હતા. પ્રદર્શનમાં ગોળીબાર થવાની ઘટનાઓ સામે આવતા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">