Netflix, Hotstar અને Amazon Prime જેવા ડીજીટલ મીડીયા પ્લેટફોર્મના કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

મનોરંજનના તમામ સાધનોમાં છેલ્લા થોડા સમયની અંદર ડીજીટલ મીડિયા પ્લેટફોર્મે એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા પ્લેટફોર્મને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આ પ્લેટફોર્મ પર નિર્દેશકોને અભિવ્યક્તિની ખુબ આઝાદી મળે છે પણ પ્લેટફોર્મ પર આવી રહેલી ફિલ્મો કે વેબસીરીઝમાં અશ્લીલતા બતાવવામાં આવે છે. એક NGOએ આવા કન્ટેન્ટ પર […]

Netflix, Hotstar અને Amazon Prime જેવા ડીજીટલ મીડીયા પ્લેટફોર્મના કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ
Follow Us:
| Updated on: May 11, 2019 | 2:19 AM

મનોરંજનના તમામ સાધનોમાં છેલ્લા થોડા સમયની અંદર ડીજીટલ મીડિયા પ્લેટફોર્મે એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા પ્લેટફોર્મને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે.

આ પ્લેટફોર્મ પર નિર્દેશકોને અભિવ્યક્તિની ખુબ આઝાદી મળે છે પણ પ્લેટફોર્મ પર આવી રહેલી ફિલ્મો કે વેબસીરીઝમાં અશ્લીલતા બતાવવામાં આવે છે. એક NGOએ આવા કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવવા માટે થોડા સમય પહેલા અરજી દાખલ કરી હતી. જેને દિલ્હી હાઈકોર્ટે રદ કરી હતી.

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હવે આ મામલે સુપ્રીમ કોર્ટની પ્રતિક્રિયા સામે આવી છે. સુપ્રીમ કોર્ટે સરકારને નોટીસ મોકલી છે. જેમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને હોટસ્ટારના કન્ટેન્ટને રેગ્યુલેટ કરવાની વાત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ મોકલી આ પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા કન્ટેન્ટને લઈને નવી ગાઈડલાઈન બનાવવા માટે અને તેનું નિયમન કરવાનું કહ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે એવી ડ્રાઈવ ચલાવી કે છેલ્લા 4 મહિનામાં 3 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી નાખી

એક NGOની અરજીમાં કહ્યું હતું કે નિયંત્રણ ન હોવાને લીધે આ પ્રકારના પ્લેટફોર્મ પર અશ્લીલતા બતાવવામાં આવે છે. ધર્મ અને નૈતિકતાથી જોડાયેલી વસ્તુઓને તોડી-મરોડીને બતાવવામાં આવે છે. આ વેબસીરીઝ અને ફિલ્મોના માધ્યમથી ભારતીય દંડ સંહિતા અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના કાયદાનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હોટસ્ટાર, એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પર વધારે પ્રમાણમાં ફિલ્મો અને વેબ સીરીઝ બની રહી છે. અલગ અલગ મુદ્દાઓ અને વિષયોને લઈને ફિલ્મો બનાવવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">