સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ વિરુદ્ધ ‘કાવતરા’ની તપાસ કરશે પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયક, કોર્ટે કહ્યું CBI અને IB સહયોગ આપે

મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ પર યૌન શૌષણના આરોપો લાગ્યા છે તેને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ દાવા પર તપાસના આદેશ પણ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે આ તપાસને પૂર્વ ન્યાયધીશ પટનાયકને સોંપી છે અને સીબીઆઈના નિર્દેશક તેમજ આઈબી ચીફને સહયોગ આપવા પણ કહેવામાં આવ્યું છે. રિટાર્યડ જસ્ટિસ પટનાયકને ઉત્સવ બૈંસના આરોપોની […]

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ વિરુદ્ધ 'કાવતરા'ની તપાસ કરશે પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયક, કોર્ટે કહ્યું CBI અને IB સહયોગ આપે
TV9 WebDesk8

|

Apr 25, 2019 | 1:40 PM

મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ પર યૌન શૌષણના આરોપો લાગ્યા છે તેને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આ દાવા પર તપાસના આદેશ પણ આપ્યા છે.

પૂર્વ જસ્ટિસ એ.કે. પટનાયક

સુપ્રીમ કોર્ટે આ તપાસને પૂર્વ ન્યાયધીશ પટનાયકને સોંપી છે અને સીબીઆઈના નિર્દેશક તેમજ આઈબી ચીફને સહયોગ આપવા પણ કહેવામાં આવ્યું છે. રિટાર્યડ જસ્ટિસ પટનાયકને ઉત્સવ બૈંસના આરોપોની તપાસ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉત્સવ બૈંસે એવો દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈને યૌન શોષણના મામલે ફંસાવવા માટે આ કાવતરું કરવામાં આવ્યું હતું.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે ન્યાયપ્રણાલી પર સમજી વિચારીને થઈ રહેલાં હુમલાને લઈને પોતાની નારાજગી બતાવી હતી અને કહ્યું કે તાકાતવર લોકોને બતાવવાનો સમય આવી ગયો છે કે તેઓ આગથી રમી રહ્યાં છે અને આ બંધ થવું જોઈએ.

આ બધાની સુનાવણીની સાથે જ ન્યાયધીશ એન વી રમણે પોતાને આ કેસની સુનાવણીથી અલગ કરી લીધા છે, તેઓ પણ તપાસ માટે નિમાયેલી ત્રણ ન્યાયધીશની સમિતિના સદસ્ય હતા. તેમની પર ફરિયાદીએ આરોપ લગાવ્યો કે તેઓ જસ્ટિસ રંજન ગોગોઈની સાથે નજીકનો સંબંધ ધરાવે છે અને તેના લીધે જ તેમની આ ત્રણ વ્યક્તિઓની પીઠમાં સામેલ કરવામાં આવ્યા છે. આ આરોપ બાદ જસ્ટિસ રમણે પોતાને કાર્યવાહીથી અલગ કરી લીધા છે. આમ હવે તપાસ પૂર્વ જસ્ટિસ પટનાયકની આગેવાનીમાં થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati