SBI ગ્રાહકો માટે ખુશ ખબર, ફ્રીમાં મળી રહ્યું છે 5 લિટર પેટ્રોલ !

સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે મોટી ઓફર લઈને આવ્યું છે. બેંક પોતાના ગ્રાહકોને ફ્રીમાં 5 લિટર પેટ્રોલ ભરાવવાની તક આપી રહી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર જો ગ્રાહક ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ લીધા પછી BHIM એપથી ચૂકવણી કરે છે તો 5 લીટર […]

SBI ગ્રાહકો માટે ખુશ ખબર, ફ્રીમાં મળી રહ્યું છે 5 લિટર પેટ્રોલ !
Follow Us:
| Updated on: Dec 07, 2018 | 1:27 PM

સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે મોટી ઓફર લઈને આવ્યું છે. બેંક પોતાના ગ્રાહકોને ફ્રીમાં 5 લિટર પેટ્રોલ ભરાવવાની તક આપી રહી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર જો ગ્રાહક ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ લીધા પછી BHIM એપથી ચૂકવણી કરે છે તો 5 લીટર પેટ્રોલ ફ્રીમાં મળી શકે છે.

જાણો કેવી રીતે આ ઓફરનો ફાયદો મળશે ?

તમને જણાવી દઈએ કે આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછું રૂ. 100 નું પેટ્રોલ ભરાવવાનું રહેશે. BHIM એપ મારફતે કરેલી ચૂકવાણીનો નંબર (12-digit UPI Reference Number) લખીને ફોન નંબર 9222222084 પર SMS દ્વારા મોકવાનો રહેશે. જે માટે તમને SMSના ચાર્જિસ લાગશે. ત્યાર પછી જો બેંક દ્વારા તમારી ભાગ્યશાળી ગ્રાહકોમાં પસંદગી થાય છે તો તમને બેંક દ્વારા જાણકારી આપવામાં આવશે. ઓફર માટેની વધુ જાણકારી તમને SBIની વેબસાઈટ પરથી મળી જશે.

આ પણ વાંચો : પહેલાં પતંજલિ પ્રોડક્ટસ પછી પરિધાન અને હવે ‘પતંજલિ JOBS’! યુવાનોને નોકરીની તક આપવાનો બાબા રામદેવનો માસ્ટર પ્લાન

કસ્ટમર કેરનો સંપર્ક કરો

કસ્ટમર કેર સાથે સંપર્ક કરવા માટે તમને ટોલફ્રી નંબર 1800 22 8888 પર ડાયલ કરી શકો છો. આ ઉપરાંત તમને help@xtrarewards.com પર ઈમેલ કરીને પણ મદદ મેળવી શકો છો. SBIની આ ઓફર 15મી ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યે બંધ થઈ જશે. એક મોબાઇલ નંબર પરથી વધારેમાં વધારે બે વખત આ ઓફરનો લાભ મેળવી શકાય છે.

[yop_poll id=”154″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">