સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠની ભૂલના કારણે 1 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા નહીં આપી શકે, આચાર્ય અને ક્લાર્ક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

વલસાડ જિલ્લાના વાપીમાં CBSE બોર્ડની પરિક્ષામાં એક સ્કુલનો ગંભીર છબરડો બહાર આવ્યો છે. સ્કુલની બેદરકારીને કારણે એક વિદ્યાર્થી પરિક્ષા આપવાથી વંચિત રહ્યો છે. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે જવાબદાર સ્કુલના ક્લાર્ક અને આચાર્ય વિરુદ્ધ  ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી ધરતા શિક્ષણ જગતમાં ખળભળાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં CBSE બોર્ડની પરિક્ષા ચાલી રહી છે. બોર્ડની […]

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠની ભૂલના કારણે 1 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા નહીં આપી શકે, આચાર્ય અને ક્લાર્ક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Mar 08, 2019 | 4:54 PM

વલસાડ જિલ્લાના વાપીમાં CBSE બોર્ડની પરિક્ષામાં એક સ્કુલનો ગંભીર છબરડો બહાર આવ્યો છે. સ્કુલની બેદરકારીને કારણે એક વિદ્યાર્થી પરિક્ષા આપવાથી વંચિત રહ્યો છે. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે જવાબદાર સ્કુલના ક્લાર્ક અને આચાર્ય વિરુદ્ધ  ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી ધરતા શિક્ષણ જગતમાં ખળભળાટ વ્યાપી ગયો છે.

રાજ્યમાં CBSE બોર્ડની પરિક્ષા ચાલી રહી છે. બોર્ડની આ  પરિક્ષામાં વાપીની એલ જી હરિયા સ્કુલ પરિક્ષા કેન્દ્ર પર ધોરણ 10નો એક વિદ્યાર્થી ડુપ્લીકેટ હોલ ટિકિટ સાથે ઝડપાયો હતો. ડુપ્લીકેટ હોલ ટીકીટ સાથે ઝડપાયેલ વિધાર્થી સરીગામની જાણીતી લક્ષ્મી વિદ્યાપીઠનો ધોરણ 10નો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું હતું. એક જ નંબર વાળી હોલ ટિકિટના બે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા મામલો ગૂંચવાયો હતો. આ ગંભીર ઘટનાને લઇ સ્કુલ મેનેજમેન્ટએ ડુંગરા પોલીસને જાણ કરી હતી અને મામલો ડુંગરા પોલીસ સ્ટેશન પહોંચતા વિદ્યાર્થીના વાલી અને લક્ષ્મી વિદ્યા પીઠ સ્કુલના પ્રિન્સિપાલને બોર્ડ મેનેજમેન્ટ દ્વારા પોલીસ મથકે બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં સરીગામની જાણીતી લક્ષ્મી વિદ્યાપીઠની ગંભીર બેદરકારીને કારણે એક આશાસ્પદ વિધાર્થી પરિક્ષા આપવાથી વંચિત રહ્યો છે.જે ને કારણે વાલીએ સ્કૂલ સમક્ષ રોષ વ્યકત કર્યો હતો.
નકલી હોલ ટિકિટના મામલે વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વિધાર્થીના વાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર મામલે સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ સ્કૂલના સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે બોર્ડ મેનેજમે્ટ દ્વારા આ મામલે સ્કુલ સંચાલકોને જવાબદાર ઠેરવતા ચકચાર મચી ગઇ હતી. વાલી અને તેમના આક્ષેપ મુજબ આ હોલ ટીકીટ સ્કૂલમાંથી જ આપવામાં આવી હતી અને તે ડુપ્લીકેટ હોવા અંગે તેઓ અજાણ હોવાનુ જણાવી રહ્યા છે. તેમના આક્ષેપ મુજબ સ્કુલ સંચાલકો એ આ વિધાર્થીનું બોર્ડમાં રજીસ્ટ્રેશન જ નહિ કરાવ્યું હોવાનુ બહાર આવ્યું છે. આમ લક્ષ્મી વિદ્યાપીઠ શાળાના ક્લાર્ક રતિશ રાઘવનની ભૂલના કારણે આ છબરડો થયો હોવાનું બહાર આવ્યું છે.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
 જેથી CBSE બોર્ડ દ્વારા આ મામલે ક્લાર્ક અને આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ વિવાદનું પર્યાય બની છે. ફરી એકવાર આ સ્કુલ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. ડુંગરા પોલીસ હાલે શાળાના ક્લાર્ક રતિશ રાઘવન અને આચાર્ય શાજી મેથ્યુ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ તેજ કરી છે. આમ ડુંગરા પોલીસે હવે આ મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં જિલ્લાના શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે.જો કે શાળાના એક ક્લાર્ક અને આચાર્યની ભૂલનો ભોગ એક વિદ્યાર્થી બન્યો છે અને તેનું ભણતર અંધારામાં ગરકાવ થયું છે. સ્કૂલની ગંભીર બેદરકારીને કારણે એક આશાસ્પદ વિદ્યાર્થીના એક વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને હવે ફરી પરીક્ષા આપવા માટે તેણે રાહ જોવી પડશે. આમ સ્કૂલની બેદરકારીને કારણે વિદ્યાર્થી અને તેના પરિવારે ભોગવવાનો વારો આવ્યો છે. આથી આવા બેજવાબદાર સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">