સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, શું છે આ વાયરલ વીડિયોમાં ? જુઓ

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના મિત્રો રાત્રિ ભોજનની મજા માણતા હોય છે. ત્યારે, અચાનક એવું તે શું બન્યું કે અર્પિતા ખાન અને તેના મિત્રો ભોજનની પ્લેટ એકબાદ એક તોડવા માંડયા, જાણે કે પ્લેટો તોડવાની કોઇ સ્પર્ધા ચાલતી હોય. શું છે અર્પિતા ખાનના આ વીડિયોમાં ? Web Stories View more ગરમી વધતા જ અપાય […]

સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, શું છે આ વાયરલ વીડિયોમાં ?  જુઓ
Follow Us:
| Updated on: Dec 07, 2020 | 7:10 PM

સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને તેના મિત્રો રાત્રિ ભોજનની મજા માણતા હોય છે. ત્યારે, અચાનક એવું તે શું બન્યું કે અર્પિતા ખાન અને તેના મિત્રો ભોજનની પ્લેટ એકબાદ એક તોડવા માંડયા, જાણે કે પ્લેટો તોડવાની કોઇ સ્પર્ધા ચાલતી હોય.

શું છે અર્પિતા ખાનના આ વીડિયોમાં ?

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો આ વીડિયો છે. આ વીડિયોમાં અર્પિતા ખાન દુબઈની ગ્રીક રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જમતી જોવા મળી હતી. જ્યારે મહિલાઓના જૂથ રાત્રિ ભોજનની સાંજ માણતા હોય તેવું લાગે છે. ત્યારે તેઓ ફ્લોર પર પ્લેટોને તોડતા જોઇ શકાય છે.

કેમ અર્પિતા ખાને આવું કર્યું ? વાયરલ વીડિયોમાં, અર્પિતા અને તેના મિત્રો રેસ્ટોરન્ટના ફ્લોર પર સફેદ પ્લેટો તોડતા રહે છે. તમને ખોટો ખ્યાલ આવે તે પહેલાં જણાવી દઇએ કે, અર્પિતા ગુસ્સામાં આ પ્લેટો તોડતી ન હતી. હકીકતમાં, તેણી અને તેના મિત્રોએ એક ગ્રીક પરંપરામાં ભાગ લીધો હતો. જેમાં દુષ્ટ આંખને કાબૂમાં રાખવા પ્લેટો તોડવાનો ખેલ સામેલ છે. એક સરળ ગૂગલ સર્ચ બતાવે છે કે ગ્રીક લોકો તેમના લગ્ન અથવા શુભ પ્રસંગો પર દુષ્ટ આંખને કાબૂમાં રાખવા માટે પ્લેટો તોડવા માટે જાણીતા છે.

દરમિયાન, અર્પિતા અને તેના પતિ, અભિનેતા આયુષ શર્માએ તેમની છઠ્ઠી લગ્ન જયંતીની ઉજવણી થોડા અઠવાડિયા પહેલા કરી હતી. અર્પિતાએ લખ્યું, “મારા મિત્ર બનવાથી લઈને મારા પતિ બનવા સુધીના સફરથી હું ખુશ છું. હેપી એનિવર્સરી મારા લવ”

આયુષ 2018ની લવયાત્રીમાં જોવા મળ્યો હતો. તે પછી તે સલમાન ખાનની ફિલ્મ એન્ટિમમાં જોવા મળશે, જે સંભવિત 2021 માં રિલીઝ થવાની છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">