સાબરકાંઠાનાં પ્રાંતિજમા આજથી બે દિવસ સ્વંયભૂ લોકડાઉન, દશ દિવસ રાત્રી જનતા કરફ્યુનું એલાન

Sabarkantha Two days spontaneous lockdown, ten days night curfew announced in the province
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજમાં હવે બે દિવસ માટે સંપુુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે તેમજ દશ દિવસ માટે રાત્રી જનતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યો.
 
સાબરકાંઠા જીલ્લામાં કોરોના નુ સંક્રમણ વધુ વ્યાપવા લાગ્યુ છે. જિલ્લામાં કોરોનો નુ પ્રમાણ વધતુ જવાને લઇને લોકોમાં ડર વ્યાપવા લાગ્યુ છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે થઇને હવે લોકો એ પણ જાતે જ પગલા ભરવાની શરુઆત કરી છે. સ્થાનિક લોકો અને સ્થાનિક વહેપારીઓ સાથે મળીને હવે લોકોને કોરોના મહામારી થી સુરક્ષીત રાખવા માટે નો પ્રયાસ હાથ ધર્યો છે. નગર પાલિકા સાથે વહેપારીઓએ બેઠક યોજીની પ્રાંતિજ શહેરના બજારો બંધ રાખવા સાથે જ જનતા કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. શહેરમાં આજે સવારથી જ શહેર સુમસામ બની ગયુ હતુ અને બજારો સજ્જડ બંધ થઇ ગયા હતા. શહેરમાં તમામ દુકાનો બંધ રહેતા ભીડ ભાડ ભર્યા રહેતા બજારો પણ હવે સુમસામ ભાસવા લાગ્યા હતા. 
 
પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દિપક કડીયાએ કહ્યુ હતુ કે, આજથી શહેરમાં બે દિવસ માટે સ્વંયભુ લોકડાઉન ને પાળવામાં આવ્યુ છે, જે પ્રમાણે કોરોનાનુ સંક્રમણ વધતુ હતુ તેને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૩૦ તારીખ સુધી રાત્રી જનતા કરફ્યુ પણ જાહેર કરવામાં આવ્યુ છે. વહેપારી આગેવાન નિત્યાંદન બ્રહ્મભટ્ટે કહ્યુ હતુ કે કોરોનાને અંકુશમાં લાવવો જરુરી છે, જો હજુ પણ નિયંત્રણ નહિ આવે તો હજુ પણ યોગ્ય પગલા ભરવા માટે વહેપારીઓએ તૈયારીઓ દર્શાવી છે.
 
શહેરમાં લોકો એ પણ કોરોનાને નાથવા માટે થઇને સ્વયંભૂ લોકડાઉનને અનુસરવા માટે સહકાર આપતા જોવા મળી રહ્યા હતા. કારણ કે લોકો પણ બહાર નિકળવાનુ ટાળીને ઘરમાં જ રહેતા જોવા મળી રહ્યા છે. બજારના રસ્તાઓ પણ સૂમસામ ભાસવા લાગ્યા હતા. આ અંગે વહેપારીઓ અને પાલિકા ઉપરાંત લોકો એ પણ કોરોનાને અટકાવવા માટે ના પ્રયાસમાં જોડાયા હતા. 
શહેરમાં છેલ્લાએ એક સપ્તાહમાં સાંઇઠ થી વધુ કોરોના પોઝિટીવ કેસો સામે આવ્યા હોવાને લઇને લોકોમાં એક પ્રકારે કોરોનાનો ફફડાટ વ્યાપ્યો છે. ખાસ કરીને શહેરના વહેપારીઓ પણ દિવાળીના તહેવારોને લઇને કોરોનાની ઝપટમાં આવ્યા છે. 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ: ફાયર વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગોને કરવામાં રહ્યું છે સેનેટાઈઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments