અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો મુસાફર અને ભગવાન બનીને આવ્યો RPF જવાન, જુઓ VIDEO

અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો મુસાફર અને ભગવાન બનીને આવ્યો RPF જવાન, જુઓ VIDEO

અમદાવાદના રેલવે સ્ટેશન પર ફરી એકવાર RPFનો જવાન ભગવાન બનીને આવ્યો અને મુસાફરનો જીવ બચાવ્યો હતો. ઘટના કાલુપુર રેલવે સ્ટેશન પર બની કે જ્યાં એક મુસાફર રાજધાની ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રેન હળવી ગતિથી ચાલી રહી હતી.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરતાં 2 PUC સેન્ટર સસ્પેન્ડ કરાયા

જો કે વરસાદના કારણે પ્લેટફોર્મ પર પાણી હોવાથી તેનો પગ લપસ્યો અને તે યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે જ ફસાઈ ગયો. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલા વ્યક્તિને જોતા જ આરપીએફનો જવાન દોડી આવ્યો અને પોતાના જીવના જોખમે તેણે એક યુવકનો જીવ બચાવ્યો હતો. મહત્વનું છે કે છેલ્લા ત્રણ દિવસમાં આવી ત્રીજી ઘટના છે કે જેમાં RPFના જવાને પોતાના જીવના જોખમે મુસાફરનો જીવ બચાવ્યો છે. જે વ્યક્તિ મોતના મુખમાંથી પરત ફર્યો છે તે પણ RPFના જવાનનો આભાર માન્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati