Reliance Jioએ કેમ બંધ કરી દીધું ફ્રી કોલિંગ? આ છે કારણ

રિલાયન્સ જિયોએ ફ્રી કોલિંગ સુવિધા બંધ કરી દીધી છે. ઈન્ટર-કનેક્ટ ચાર્જેસ (IUC)ને લઈ કોઈ નિર્ણય ના થવા પર કંપનીને આ પગલું ભરવું પડ્યું છે. IUC તે ચાર્જ છે, જે એક ઓપરેટર બીજા ઓપરેટરને કોલ કરવા માટે આપે છે. હવે જિયોના કનેક્શનથી બીજા મોબાઈલ ઓપરેટર્સને કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગશે. બીજા નેટવકર્સ […]

Reliance Jioએ કેમ બંધ કરી દીધું ફ્રી કોલિંગ? આ છે કારણ
Follow Us:
| Updated on: Oct 10, 2019 | 7:26 AM

રિલાયન્સ જિયોએ ફ્રી કોલિંગ સુવિધા બંધ કરી દીધી છે. ઈન્ટર-કનેક્ટ ચાર્જેસ (IUC)ને લઈ કોઈ નિર્ણય ના થવા પર કંપનીને આ પગલું ભરવું પડ્યું છે. IUC તે ચાર્જ છે, જે એક ઓપરેટર બીજા ઓપરેટરને કોલ કરવા માટે આપે છે. હવે જિયોના કનેક્શનથી બીજા મોબાઈલ ઓપરેટર્સને કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગશે. બીજા નેટવકર્સ પર કોલ કર્યા પહેલા કસ્ટમર્સને ટોપ-અપ કરાવવું પડશે. 10 રૂપિયાનું સૌથી નાનું ટોપ-અપ છે. જેમાં 124 મિનિટ સુધી વાત થઈ શકશે. તેમાં 1 GB ડેટા પણ મળશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

3 વર્ષ પહેલા ફ્રી વોઈસ કોલિંગ, અનલિમિટેડ ડેટાની સાથે રિલાયન્સ જિયોએ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આજે કંપની દાવો કરી રહી છે કે તેમના નેટવર્ક પર દિનભરમાં 25થી 30 કરોડ મિસ્ડ કોલ્સ આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેમ લીધો આ નિર્ણય?

રિલાયન્સ જિયોનું કહેવું છે કે IUC પેમેન્ટ જાળવી રાખવાથી તેમના બિઝનેસ પર મોટો બોઝ પડી રહ્યો છે. કંપનીઓ આ ચાર્જને બીજા પર લગાવવા માટે નવા રસ્તાઓ શોધી રહી છે, તાજેતરમાં જ આઉટગોઈંગ કોલ માટે રિંગિંગ ટાઈમને ઘટાડીને 25 સેકેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

કંપનીઓ ઈચ્છે છે કે તેમના નેટવર્કથી થતાં કોલ્સ કોઈ ના ઉપાડે અને બીજી કંપનીના કસ્ટમરને કોલ બેક કરવો પડે. ઉદાહરણ તરીકે એરટેલનો કોઈ ગ્રાહક જિયોના ગ્રાહકને કોલ કરે છે કે અને કોલ ઉપાડતો નથી પછી ફરી એરટેલનો ગ્રાહક કોલ બેક કરે છે તો કંપની તરફથી જિયોને IUC પેમેન્ટ કરવું પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રિલાયન્સ જિયોનો દાવો છે કે એરટેલ, વોડાફોન અને આઈડિયાના 35-40 કરોડ 2જી ગ્રાહકો તેમના ગ્રાહકોને મિસ્ડ કોલ આપે છે. કંપની મુજબ પછી આ મિસ્ડ કોલ્સને લીધે જિયો ગ્રાહક અન્ય ઓપરેટરને આઉટગોઈંગ કોલ કરે છે. જિયોનો દાવો છે કે તેમને ઈનકમિંગ દ્વારા 65થી75 કરોડ રૂપિયા મળવા જોઈતા હતા પણ અત્યારે તેમને આઉટગોઈંગમાં એટલી રકમ આપવી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એરટેલે આ નિર્ણયને દબાણ તરીકે વર્ણવ્યુ છે. કંપનીએ કહ્યું કે ટેલીકોમ ઈન્ડસ્ટ્રી ભારે નાણાકીય સંકટથી ઝઝુમી રહી છે. ઘણા ઓપરેટરો નાદાર થયા છે અને હજારો નોકરીઓ ખોવાઈ ગઈ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">