ફરી સામે આવી રવિ શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચેની ખટાશ, બધાને શુભેચ્છા આપી પરંતુ ગાંગુલીનુ નામ ના લીધુ

  • Publish Date - 11:50 am, Wed, 11 November 20 Edited By: Pinak Shukla
ફરી સામે આવી રવિ શાસ્ત્રી અને ગાંગુલી વચ્ચેની ખટાશ, બધાને શુભેચ્છા આપી પરંતુ ગાંગુલીનુ નામ ના લીધુ

T-20 લીગના સફળ આયોજનથી બધા જ લોકો ખુશ છે. કોરોના કાળમાં ભારતથી બહાર આ મોટા આયોજનને પાર પાડવુ એ પડકારજનક હતુ. જે પડકારને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સ્વિકાર કર્યો હતો. તેમણે ના ફક્ત પોતાની ટીમ સાથેમેળીને, ટુર્નામેન્ટને ભારત બહાર આયોજન કરી પરંતુ સફળ પણ બનાવી. ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટુર્નામેન્ટના આયોજનને લઇને સૌને શુભેચ્છાઓ આપી છે, પરંતુ તેમાં ગાંગુલીનુ નામ સામેલ નથી.

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઇ ના અધ્યક્ષ વચ્ચેના સંબંધો જગજાહેર છે. બંને વચ્ચે અત્યાર સુધી સુધારો નથી આવ્યો. 10, નવેમ્બરે શાસ્ત્રી દ્રારા કરવામાં આવેલા ટ્વીટ આવો જ કંઇક ઇશારો કરી રહ્યો છે. ફાઇનલ મુકાબલો પુર્ણ થયા બાદ તેમણે  એક ટ્વીટ કર્યુ હતુ. જેમાં જય શાહ, બ્રિજેશ પટેલ અને હેમાંગ અમીન ને ખાસ કરીને શુભેચ્છા પાઠવી હતી.  જેમાં ગાંગુલીનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જોકે ગાંગુલી બીસીસીઆઇના અધ્યક્ષ છે અને આઇપીએલને ભારત થી બહાર કરીને સિઝનને રમાડવા પાછળ તેમનુ જ સૌથી મોટુ યોગદાન રહ્યુ છે.

ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા થી પહેલા શાસ્ત્રીએ આ પદ માટે પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારે સલાહકાર સમિતિએ તેમને આ પદ માટે યોગ્ય સમજ્યા નહોતા. પુર્વ કેપ્ટન અનિલ કુંબલેને વીવીએસ લક્ષ્મણ, સચિન તેદુંલકર અને સૌરવ ગાંગુલીની સમિતિએ કોચ પસંદ કરીને તેના નામની ભલામણ કરી હતી. કહેવામાં આવે છે કે તે સમયે ગાંગુલીના કારણે જ શાસ્ત્રી કોચ બની શક્યા નહોતા. ઇન્ટરવ્યુમાં તે સામેલ નહોતા અને શાસ્ત્રીએ આ બાબત પર આપત્તિ દર્શાવતા નિવેદન પણ કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો