ભાગેડુ નિત્યાનંદે વસાવ્યો ‘કૈલાસા’ નામનો પોતાનો અલગ દેશ

વિવાદાસ્પદ તાંત્રિક નિત્યાનંદનો આશ્રમ ભલે અમદાવાદમાંથી ખાલી થઈ ગયો હોય, પરંતુ કર્ણાટકમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં પાસપોર્ટ વગર ભારતથી ભાગેલા નિત્યાનંદને લઈને એક અવિશ્વસનીય સમાચાર સામે આવ્યા છે. નિત્યાનંદે પોતાની માલિકીનો એક દેશ વસાવી લીધો છે, તે દેશનું નામ છે કૈલાસા અને હવે નિત્યાનંદ પાસે ભલે ભારતનો પાસપોર્ટ ના હોય પરંતુ ખુદનો પાસપોર્ટ તો છે. નિત્યાનંદે […]

ભાગેડુ નિત્યાનંદે વસાવ્યો 'કૈલાસા' નામનો પોતાનો અલગ દેશ
Follow Us:
| Updated on: Dec 04, 2019 | 3:45 AM

વિવાદાસ્પદ તાંત્રિક નિત્યાનંદનો આશ્રમ ભલે અમદાવાદમાંથી ખાલી થઈ ગયો હોય, પરંતુ કર્ણાટકમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં પાસપોર્ટ વગર ભારતથી ભાગેલા નિત્યાનંદને લઈને એક અવિશ્વસનીય સમાચાર સામે આવ્યા છે. નિત્યાનંદે પોતાની માલિકીનો એક દેશ વસાવી લીધો છે, તે દેશનું નામ છે કૈલાસા અને હવે નિત્યાનંદ પાસે ભલે ભારતનો પાસપોર્ટ ના હોય પરંતુ ખુદનો પાસપોર્ટ તો છે. નિત્યાનંદે પોતાના નવા દેશની એક વેબસાઈટ પણ લૉન્ચ કરી છે. જેમાં તેમણે પોતાના દેશને ધરતી પર હિંદુઓનો સૌથી મહાન દેશ ગણાવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, નિત્યાનંદે દક્ષિણ અમેરિકામાં ઈક્વાડોરમાં એક દ્વીપ ખરીદી લીધો છે અને તેને એક સ્વતંત્ર અને નવો દેશ કહેવાનું શરૂ કર્યું છે. જેનું નામ તેમણે કૈલાસા રાખ્યું છે. વેબસાઈટ પર નિત્યાનંદે દાવો કર્યો છે કે કૈલાસા સરહદ વગરનો દેશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેને દુનિયાભરથી બેદખલ કરાયેલા હિંદુઓએ વસાવ્યો છે. જેમણે પોતાના જ દેશોમાં પ્રામાણિક રૂપથી હિંદુ ધર્મનો અભ્યાસ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે. આ દેશનો પોતાનો એક પાસપોર્ટ છે અને નિત્યાનંદને પહેલા જ તેનું એક ઓનલાઈન સેમ્પલ પણ જાહેર કર્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વેબસાઈટ મુજબ આ નવો દેશ એક મંદિર આધારિત ઈકોલોજીની સાથે ત્રીજી આંખની પાછળનું વિજ્ઞાન, યોગ, ધ્યાન અને ગુરુકુળ શિક્ષા પદ્ધતિનો પણ દાવો કરે છે. આ ઉપરાંત આ દેશ તમામને મફત સ્વાસ્થ્ય સેવાઓ, મફત શિક્ષણ, મફત ભોજન અને એક મંદિર આધારિત જીવન પ્રણાલી આપવાની વાત પણ કહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નિત્યાનંદ હવે લોકોને પોતાના દેશના નાગરિક બનવા માટે આમંત્રિત કરી રહ્યો છે. તેની સાથે જ તેને ચલાવવા માટે તે લોકો પાસે દાન પણ માંગી રહ્યો છે. મહત્વનું છે કે નિત્યાનંદ દુષ્કર્મ કેસનો આરોપી છે અને અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાં સગીરોને ગોંધી રાખવા અને સગીરાઓના શોષણના કેસમાં પણ મુખ્ય આરોપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">