રાજયમાં કોરોનાનો કેર યથાવત, પાછલા 24 કલાકમાં કુલ 1,540 પોઝિટિવ કેસ નોંધાયા, 13 દર્દીઓના મોત

  • Publish Date - 10:14 pm, Thu, 3 December 20
રાજયમાં કોરોનાનો કેર યથાવત, પાછલા 24 કલાકમાં કુલ 1,540 પોઝિટિવ કેસ નોંધાયા, 13 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,540 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 13 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 14 હજાર 309ને પાર પહોંચ્યો છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,031 પર પહોંચ્યો છે. જ્યારે 1,427 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 95 હજાર 365 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો 14,913 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે હજુ પણ 96 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં નવા 336 પોઝિટિવ કેસ સાથે 9 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે સુરતમાં 2 દર્દીના મોત સાથે 246 પોઝિટિવ કેસ નોંધાયા. રાજકોટમાં 1 દર્દીના મોત સાથે 141 પોઝિટિવ કેસ નોંધાયા. તો વડોદરામાં 1 દર્દીના મોત સાથે 184 કેસ નોંધાયા.

 

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે. અમદાવાદ શહેર જિલ્લામાં પાછલા 24 કલાકમાં વધુ 336 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 9 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા. અમદાવાદ શહેરમાં 314 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 302 દર્દીઓ સાજા થયા. તો અમદાવાદ જિલ્લામાં 22 દર્દીઓ સંક્રમિત થવાની સાથે 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati