Rajkot : ડિસેમ્બર 2021માં AIIMSમાં OPD શરૂ થશે, કલેક્ટરે મહત્વના પ્રોજેક્ટની રિવ્યૂ બેઠક યોજી

Rajkot : ઓગસ્ટ 2022માં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફ્લાઇટ ટેસ્ટીંગ, રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વના પ્રોજેક્ટની રિવ્યૂ બેઠક લીધી હતી.સૌરાષ્ટ્રના બે મહત્ત્વના પ્રોજેકટની સાથે સાથે જિલ્લા કલેકટર કોરોનાની સંભવત વેવની પણ સમીક્ષા કરી હતી.

Rajkot : ડિસેમ્બર 2021માં AIIMSમાં OPD શરૂ થશે, કલેક્ટરે મહત્વના પ્રોજેક્ટની રિવ્યૂ બેઠક યોજી
Rajkot: OPD to start in AIIMS in December 2021, Collector convenes review meeting of important projects
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 2:42 PM

Rajkot : ઓગસ્ટ 2022માં ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફ્લાઇટ ટેસ્ટીંગ,રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વના પ્રોજેક્ટની રિવ્યૂ બેઠક યોજી હતી.સૌરાષ્ટ્રના બે મહત્ત્વના પ્રોજેકટની સાથેસાથે જિલ્લા કલેકટર કોરોનાની સંભવત વેવની પણ સમીક્ષા કરી હતી.

રાજકોટથી સૌરાષ્ટ્રભરના મહત્વના ગણાતા 2 પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Greenfield International Airport)અને એઇમ્સ હોસ્પિટલની જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ રિવ્યૂ બેઠક લીધી હતી. જેમાં આગામી ડિસેમ્બર મહિનામાં એમ્સ હોસ્પિટલ (AIIMS Hospital) ખાતે ઓપીડી શરૂ કરવા તથા ઓગસ્ટ 2022 સુધીમાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રન વે ટેસ્ટિંગ કરી જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા તાકીદ કરી છે.

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એઇમ્સ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે રોડ રસ્તા પાણી વીજળી સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે મહાનગરપાલિકા, રૂડા અને આરએનબી તેમજ પીજીવીસીએલ (PGVCL)ના અધિકારીઓને સાથે રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

1500 મીટરનો રન-વે થયો તૈયાર

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Greenfield International Airport)માં 1,500 મીટરનો રન-વે તૈયાર થઇ ચૂક્યો છે આ ઉપરાંત અન્ય 1400+300નો રન વે તૈયાર થવા જઈ રહ્યો છે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ સુધી પહોંચવા માટે ઓવરબ્રિજ,ટેક્સી વે સહિતના રસ્તાઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી જે અંગે નું કામ ઓગસ્ટ 2022 સુધીમાં પૂરું કરવાની અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.પ્રથમ ફેઝનું કામ પૂરું થયા બાદ બીજા ફેઝમાં એરપોર્ટ બિલ્ડીંગ નું કામ પણ શરૂ કરવામાં આવશે.

ડિસેમ્બરમાં શરૂ થશે AIIMSની OPD

રાજકોટના જામનગર રોડ પર ખંડેરી ખાતે તૈયાર થતી એઇમ્સ હોસ્પિટલ (AIIMS Hospital)માં ઓપીડી (OPD)ડિસેમ્બર મહિનામાં શરૂ થવાની તાકીદ કરવામાં આવી છે. આ માટે એક ઓપીડી બિલ્ડીંગનું કામ પૂર્ણ થવાને આરે છે. બિલ્ડીંગની સાથે સાથે એઇમ્સ સુધી પહોંચવા માટે રોડ રસ્તાના કામો તથા વીજળી અને પાણીની વ્યવસ્થા ઉભી કરવાની રૂડાને પીજીવીસીએલ (PGVCL)ના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. હાલમાં કોરોનાકાળ ચાલતો હોવાને કારણે બંને મહત્વના પ્રોજેક્ટોનું ફેઝ વનનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.

થર્ડ વેવ પહેલા આરોગ્યની પણ સમિક્ષા કરાઇ

સૌરાષ્ટ્રના બે મહત્ત્વના પ્રોજેકટની સાથેસાથે જિલ્લા કલેકટર કોરોનાની સંભવત વેવની પણ સમીક્ષા કરી હતી. જેમાં સીએમ રૂપાણીએ જાહેરાત કરેલી નવી હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉભી કરવી, આ ઉપરાંત સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ત્રીજી વહેલા પુરતી સુવિધાઓ છે કે કેમ અથવા તો નવી સુવિધાઓ કેટલી ઉભી કરવી પડે તેમ છે તે અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">